Gujarati NewsGujaratSurat municipal corporation smc become first in parking poilicy in gujarat
સુરતીઓ સાવધાન ! હવે રોડ પર નહીં ચલાવી લેવાય આડેધડ પાર્કિંગ, ચુકવવો પડશે મોટો દંડ, પાર્કિંગ પૉલિસી લાવનાર પ્રથમ કૉર્પોરેશન બન્યું SMC
સુરતમાં વાહનોની વધતી સંખ્યાના કારણે રોડ પર ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. તેથી હવે વાહનો ખરીદવું તો સરળ થઈ ગયું છે, પણ એ ગાડી લઈને ફરવું અને પાર્ક ક્યાં કરવું તે મોટો પ્રશ્ન થઈ ગયો છે. TV9 Gujarati Web Stories View more નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે […]
Follow us on
સુરતમાં વાહનોની વધતી સંખ્યાના કારણે રોડ પર ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. તેથી હવે વાહનો ખરીદવું તો સરળ થઈ ગયું છે, પણ એ ગાડી લઈને ફરવું અને પાર્ક ક્યાં કરવું તે મોટો પ્રશ્ન થઈ ગયો છે.
તેવામાં સુરત મહાનગરપાલિકા (SMC) ગુજરાતમાં પાર્કિંગ પૉલિસી લાવનાર પહેલી કૉર્પોરેશન પણ બની છે .એક મહિનો પ્રાયોગિક ધોરણે દરેક ઝોનમાં બે-બે રોડ ઉપર તેનો અમલ કરાવાયો હતો. હવે ગુરુવારથી તેનો આખા શહેરમાં અમલ શરૂ કરાવાય રહ્યો છે. રોડ ઉપર માર્કિંગ કરીને નક્કી કરેલી જગ્યા ઉપર ઓનરોડ પાર્કિંગ કરાવાશે અને જ્યાં નો-પાર્કિંગ હશે ત્યાં પાર્ક કરતાં અટકાવાશે. રોડ ઉપર પાર્કિંગના ચાર્જ લેવાશે. તેનો અમલ નહીં કરે તો દંડ પણ ફટકારાશે. વાહનો લોક કરી દેવાશે.
શહેરના આઠ ઝોનમાં હાલમાં 20 રસ્તા ઉપર આ પૉલિસીનો અમલ કરાવવાનું નક્કી કરાયું છે. ગુરુવારથી પાર્કિંગ પૉલિસીના અમલની સાથે ઠેર ઠેર ઘર્ષણના દૃશ્યો જોવા મળે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.