Surat : PMO કાર્યાલયનું સીધું મોનીટરીંગ હોવાથી દિવાળીની રજામાં પણ મેટ્રોનું કામ 24 કલાક ચાલુ રહેશે

|

Nov 07, 2021 | 6:09 PM

હવે પીએમઓ કાર્યાલયથી સુરત મેટ્રોની કામગીરીનું મોનીટરીંગ થઇ રહ્યું છે. જેથી ડ્રિમ સીટીથી લઈને કાદરશાની નાળ સુધી 11.6 કિમીના રૂટ પર ઝડપથી કામ શરૂ કરવામાં આવ્યું છે. બમણા મેન પાવર અને મશીનરી સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

Surat : PMO કાર્યાલયનું સીધું મોનીટરીંગ હોવાથી દિવાળીની રજામાં પણ મેટ્રોનું કામ 24 કલાક ચાલુ રહેશે
PM Narendra Modi

Follow us on

દિવાળીના દિવસોમાં જયારે આખું સુરત રજા પર ઉતરશે ત્યારે પણ મેટ્રો રેલનું (Metro Rail Project) કામ યથાવત રાખવામાં આવશે. કારણ કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા તેનું મોનીટરીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ શહેરમાં ચાર લોકેશન પર મેટ્રોનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. 15 નવેમ્બરથી બીજી બે જગ્યા પર તેનું કામ શરૂ કરી દેવામાં આવશે. આવનારા એક મહિનાની અંદર ભીમરાડ વીટસરમાં મેટ્રોનું પિલર તૈયાર કરવાની પણ યોજના છે. 

હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે તેવામાં લગભગ બધા જ સરકારી કચેરીઓમાં હાલ રજાનો માહોલ છે. શ્રમિકો પણ પોતાના વતન દિવાળી ઉજવવા જઈ રહ્યા છે. પીએમઓના મોનીટરીંગ પછી મેટ્રોના નિર્માણ કાર્યમાં ઝડપ લાવવામાં આવી છે અને મેટ્રોનું કામ 24 કલાક ચાલુ રાખવાની પણ યોજના કરવામાં આવી છે.

સુરત મેટ્રોની લાઈન 1 અંતર્ગત ડ્રિમ સિટીથી કાદરશાની નાળ સુધી 11 કિમી એલિવેટેડ રૂટનું કામ ચાલી રહ્યું છે. જેનું કામ અંદાજે 779.73 કરોડનું છે. કોરોનાની બીજી લહેર અને આર્થિક સમસ્યાને કારણે મેથી જુલાઈ 2021 સુધી એલિવેટેડ ભાગનું કામ લગભગ ઠપ્પ થઇ ગયું હતું. 18 જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 40 કિલોમીટરની સુરત મેટ્રો પરિવહન યોજનાનું શિલાન્યાસ થયું હતું. જેના 15 કિમી રૂટ પર હાલ કામ ચાલી રહ્યું છે. જેમાં ચોક બજારથી સુરત સ્ટેશન સુધીનું 3.47 કિમીનો રૂટ અંડર ગ્રાઉન્ડ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

3 હજાર પાઇલ ફાઉન્ડેશનનું કામ પૂર્ણ, લોડ ટેસ્ટ શરૂ થશે
મેટ્રોના એલિવેટેડ રૂટના ડ્રિમ સિટીમાં કાદરશાની નાળ વચ્ચે કુલ 3 હજાર પાઇલ ફાઉન્ડેશન બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે. ભીમરાડ વિસ્તારમાં પિલર ફાઉન્ડેશન તૈયાર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. હવે ફાઉન્ડેશન નાંખવાનું કામ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આવતા અઠવાડિયે જે ફાઉન્ડેશન બની ગયા છે, તેના લોડ ટેસ્ટનું પણ કામ કરવામાં આવશે.

મેન પાવર બમણો કરશે, મશીનો પણ વધારવામાં આવશે
હવે પીએમઓ કાર્યાલયથી સુરત મેટ્રોની કામગીરીનું મોનીટરીંગ થઇ રહ્યું છે. જેથી ડ્રિમ સીટીથી લઈને કાદરશાની નાળ સુધી 11.6 કિમીના રૂટ પર ઝડપથી કામ શરૂ કરવામાં આવ્યું છે. બમણા મેન પાવર અને મશીનરીથી કામ કરવામાં આવી રહ્યુ છે. આવનારા થોડા દિવસમાં અલગ અલગ જગ્યા પર 10 મશીનો લાગશે અને પીલરનું કામ પણ આગામી એક મહિનામાં શરૂ થઇ જશે.

 

આ પણ વાંચો :  અમદાવાદના જાસપુરમાં 1000 કરોડના ખર્ચે બનશે મા ઉમિયાનું ભવ્ય મંદિર, જે વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે

Next Article