Surat : શિક્ષણ સમિતિના ચેરમેન પદ માટે 28મીએ બેઠક, પહેલીવાર મહિલા ચેરમેન બની શકે છે

શિક્ષણ સમિતિના ચેરમેન પદની પસંદગી માટે યશોધરા દેસાઈ, સ્વાતિ સોસા, અનુરાગ કોઠારી એમ ત્રણ સભ્યોના નામની પેનલ બનાવવામાં આવી છે. જેમાં ચેરમેન પદ માટે શિક્ષણ સમિતિના ઇતિહાસમાં પહેલી વાર કોઈ મહિલા ચેરમેન બને તેવી સંભાવના છે. જોકે આ સાથે ધનેશ શાહનું નામ પણ ચર્ચામાં છે. 

Surat : શિક્ષણ સમિતિના ચેરમેન પદ માટે 28મીએ બેઠક, પહેલીવાર મહિલા ચેરમેન બની શકે છે
Surat: Meeting on the 28th for the post of Chairman of the Education Committee, for the first time a woman can become the Chairman
| Edited By: | Updated on: Sep 23, 2021 | 9:25 AM

 Surat મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની(Shikshan Samiti ) ચૂંટણી બાદ હવે ચેરમેનની(Chairman ) પસંદગી આગામી દિવસોમાં થવા જનાર છે. આના માટે તારીખ 28ના રોજ બેઠક મળવા જઈ રહી છે. જેમાં ચેરમેનની પસંદગી કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષ સમિતિમાં તાજેતરમાં જ 15 સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. અને હવે આ 15 સભ્યોના નામનું રાજ્ય સરકારમાંથી ગેજેટ પ્રસિદ્ધ થઇ જતા આવનારી 28 તારીખના રોજ ચાવી રુપ ગણાતી ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે.

શિક્ષણ સમિતિના ચેરમેન પદની પસંદગી માટે યશોધરા દેસાઈ, સ્વાતિ સોસા, અનુરાગ કોઠારી એમ ત્રણ સભ્યોના નામની પેનલ બનાવવામાં આવી છે. જેમાં ચેરમેન પદ માટે શિક્ષણ સમિતિના ઇતિહાસમાં પહેલી વાર કોઈ મહિલા ચેરમેન બને તેવી સંભાવના છે. જોકે આ સાથે ધનેશ શાહનું નામ પણ ચર્ચામાં છે.

ધનેશ શાના તાજેતરમાં મંત્રી બનેલા શહેરના એક ધારાસભ્યના નજીકના સબનધ હોય તેઓ ચેરમેન પદની રેસમાં આગળ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે શિક્ષણ સમિતિની સાત માધ્યમમાં ચાલતી 330 કરતા પણ વધુ શાળામાં અંદાજે દોઢ લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

શિક્ષણ સમિતિની શાળામાં 4 હજાર કરતા વધુ શિક્ષકો સહિતનો સ્ટાફ પણ ફરજ બજાવવી રહ્યો છે. આ ઉપરાંત શિક્ષણ સમિતિમાં અંદાજે 600 કરોડનું બોર્ડનું બજેટ પણ હોવાથી શિક્ષણ સમિતિના વહીવટમાં ચેરમેન પદનું ખુબ મહત્વ ગણવામાં આવે છે. સમય રીતે ચેરમેન પદની ટર્મ મહાનગરપાલિકા બોર્ડમાં પાંચ વર્ષની હોય છે. જયારે અન્ય કોર્પોરેશનમાં અઢી વર્ષ બાદ શિક્ષણ સમિતિના ચેરમેનને બદલવામાં આવે છે.

આ વર્ષે શિક્ષણ સમિતિમાં વિપક્ષમાં પણ આમ આદમી પાર્ટીના એક સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે વિપક્ષ દ્વારા તેમાં ગેરરીતિનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોવાનું એ રહેશે કે હવે તારીખ 28ના રોજ મળનારી ચેરમેન પદની સામાન્ય સભામાં કોના માથે પસંદગીનો કળશ ઢોળાય છે. અને પહેલી વખત વિપક્ષ આપના સભ્યની હાજરીમાં શિક્ષણ સમિતિમાં કેવો વહીવટ ચાલે છે.

આ પણ વાંચો :

Surat : અહો આશ્ચર્યમ્ ! સુરતમાં ફૂડ વિભાગ દ્વારા દોઢ વર્ષમાં લેવાયેલા સેમ્પલોમાંથી ફક્ત 200 સેમ્પલ જ ફેઈલ

આ પણ વાંચો :

Surat: કોઝવેના રીપેરીંગ માટે સ્થાયી સમિતિમાં 14.32 કરોડની દરખાસ્ત