સુરત શહેરના (Surat City ) લોકોના ધબકારા વધારી દેનાર ઉકાઈ ડેમના (Ukai Dam ) ઉપરવાસમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉકાઇના ઉપરવાસમાં ઉઘાડ નીકળવાની સાથે સાથે ડેમમાંથી તાપી નદીમાં પાણી ચોદવાનું પ્રમાણ ગઈકાલની સરખામણીમાં અધૂ કરીને એક લાખ ક્યુસેક કરતા પણ ઓછું કરી દેવામાં આવતા શહેરીજનો સહીત વહીવટી તંત્રને મોટી રાહત થઇ છે.
દર વર્ષે ઉકાઈ ડેમ ચોમાસામાં સુરતીઓના જીવ અઘ્ધર કરી છે. કારણ કે ઉકાઈ ડેમમાંથી જયારે પણ તાપી છોડવામાં આવે છે. ત્યારે ધસમસતા પાણી ક્યારેક પૂર લાવે છે તો ક્યારેક તાપી કાંઠે ઓછા વત્તા અંશે વિનાશ પણ લાવે છે . જેના કારણે સુરતીઓ ઉકાઈ ડેમના ઉપરવાસની ચહલ પહલ પર સતત વોચ રાખીને બેસતા હોય છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગુલાબ વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર મોટાપાયે વરસાદ વરસતો હતો. જેના પગલે સતત સાત દિવસથી ડેમમાંથી સુરતની તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું. છેલ્લા બે દિવસ ઉકાઈ ડેમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર માટે ભયાનક રીતે પસાર થયા હતા. પરંતુ હવે ડેમમાં રાહત રહેતા પાણીની આવક ઘટવા સાથે વીતેલા ચોવીસ કલાકમાં 538.65 એમસીએમ પાણી તાપી નદીમાં ઠાલવી દેવામાં આવ્યું હતું.
ડેમમાં હાજી પણ ચારસો એમસીએમ જેટલું પાણી આવે તેવો અંદાજ છે. જેથી હજી પણ બે ચાર દિવસ સુધી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવશે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે કોઝવે ઓવર ફલો થયો છે. તાપી નદી પણ બંને કાંઠે વહી રહી છે. તાપીનો આ નજારો જોવા માટે સુરતીઓએ પણ રીતસરનો ધસારો કર્યો હતો.
ઉકાઈ ડેમની સવારે 10 વાગ્યાની સપાટી પર નજર કરીએ તો 342.69 ફૂટ નોંધાઈ હતી. જેમાં પાણીની આવક 1,22,228 ક્યુસેક નોંધાઈ હતી. જયારે ડેમમાંથી એક લાખ કરતા પણ ઓછું એટલે કે 69,844 ક્યુસેક જેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. કોઝવેની સપાટીમાં પણ 2 મીટર જેટલો ઘટાડો નોંધાયો છે. હાલ કોઝવેની સપાટી 7.78 મીટર જેટલી નોંધાઈ છે.
આમ, ડેમમાંથી હવે તબક્કાવાર પાણી છોડવાનું ઓછું કરાતા શહેરીજનો ની સાથે સાથે સુરત જિલ્લા વહીવટીતંત્રને પણ મોટો હાશકારો થયો છે.
આ પણ વાંચો : Surat : મેટ્રો રેલ પ્રોજેક્ટ – ચોકબજાર સ્થિત SBI બેકનું થશે સ્થળાંતર, જાણો વિગત
આ પણ વાંચો : Surat: શિક્ષણનું પદ લજવ્યું, ચાલુ કલાસે માત્ર 12 વર્ષની બાળકીની સતત છેડતી કરવાનો શિક્ષક પર આરોપ