Surat : તૂટેલા રસ્તા જોડવા ગયેલા કોર્પોરેટરોએ કરાવ્યું ફોટો સેશન, વરસાદ પડતા કરેલું કામ પાછુ પાણીમાં

|

Sep 23, 2021 | 9:59 AM

ગઈકાલે વરસાદે પોરો ખાતા મેયર સહિતના અન્ય કોર્પોરેટરો અને ઝોનના અધિકારીઓ રસ્તા પર રીપેરીંગ કરવા માટે પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં તેમના દ્વારા કામગીરીના ફોટા પણ અપલોડ કરવામાં આવ્યા હતા.

Surat : તૂટેલા રસ્તા જોડવા ગયેલા કોર્પોરેટરોએ કરાવ્યું ફોટો સેશન, વરસાદ પડતા કરેલું કામ પાછુ પાણીમાં
Surat: Leaders who went to repair broken roads held a photo session, work done back in the rain

Follow us on

Surat સુરત શહેરના માર્ગોનું વરસાદના(Rain ) કારણે ધોવાણ થયું હોવાના કારણે મોટા ભાગના રસ્તા પર ખાડા ટેકરા જોવા મળ્યા છે. આ માટે ફરિયાદોનો ઢગલો મેયર ડેશ બોર્ડ પર પણ જોવા મળ્યો હતો.

સતત વરસી રહેલા વરસાદને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તાના પેચવર્કની કામગીરી પણ ન કરી શકવાના કારણે શહેરના માર્ગોની હાલત બદથી બદતર બનતી ચાલી હતી. જોકે તે બાદ મેયર દ્વારા ઝોનના અધિકારીઓને બોલાવીને રસ્તાઓ રીપેર કરવાની તાકીદ કરવામાં આવી હતી.

ગઈકાલે વરસાદે પોરો ખાતા મેયર સહિતના અન્ય કોર્પોરેટરો અને ઝોનના અધિકારીઓ રસ્તા પર રીપેરીંગ કરવા માટે પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં તેમના દ્વારા કામગીરીના ફોટા પણ અપલોડ કરવામાં આવ્યા હતા. એક અઠવાડિયાના વરસાદમાં જ મોટા 79 રસ્તાઓ ધોવાયા હતા. જયારે 488 જેટલા આંતરિક રસ્તાઓનું ધોવાણ થયું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જોકે ફરિયાદો પછી અલગ અલગ ઝોનમાં પેચવર્ક શરૂ કરાયું હતું. જેમાં કોટ્સફિલ રોડ, હોડી બંગલા , વેડરોડથી શરૂઆત કરાઈ હતી. જોકે ફરી વાર વરસાદ વરસવાનું શરૂ થતા ફરી એક વાર કામગીરી પણ પાણી ફરી વળ્યું હતું. જોકે સ્થાનિકોની ફરિયાદ એ પણ હતી કે વર્ષમાં માત્ર 8 થી 10 વખત જ રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવતા રસ્તા વધુ બિસમાર બની રહ્યા છે.

મેયર હેમાલી બોઘાવાળા દ્વારા પણ ગઈકાલે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મુલાકાત લઈને રસ્તાઓનું પેચવર્ક જાતે કરાવવામાં આવ્યું હતું. કારણ કે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા મેયર ડેશ બોર્ડ પર ખાડા બાબતે અસંખ્ય ફરિયાદો મળી હતી. મેયરની સાથે અલગ અલગ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પર તેમના વિસ્તારમાં પડેલા ખાડાઓને દૂર કરવા અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.

જોકે સાંજથી ફરી એકવાર વરસાદ શરૂ થતા જે પણ પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. તેના પર પાણી ફરી વળ્યું છે. અને રસ્તાની હાલત પાછી જૈસે થે વૈસે ની થઇ ગઈ છે. જોકે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા પણ તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ કરવા 10 ઓક્ટોબર સુધીની સૂચના આપી છે.

 

આ પણ વાંચો :

Surat: કોઝવેના રીપેરીંગ માટે સ્થાયી સમિતિમાં 14.32 કરોડની દરખાસ્ત  

આ પણ વાંચો :

Success Story: માર્કેટિંગની નોકરીથી લઈને કંપનીના CEO સુધીની સુરતના આ યુવાનની સફર છે જાણવા જેવી

Next Article