Surat: કોરોનાની બીજી લહેરે મેડિકલ વેસ્ટ 1400 ટકા વધાર્યો, નાશ કરવા છેલ્લા દોઢ મહિનાથી સતત ભઠ્ઠી ચાલુ

|

May 14, 2021 | 2:27 PM

Surat: કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે એપ્રિલ મહિનાથી શરૂ થયેલી આ લહેરમાં સુરતમાં હજારો લોકો સંક્રમિત થયા હતા. સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય,

Surat: કોરોનાની બીજી લહેરે મેડિકલ વેસ્ટ 1400  ટકા વધાર્યો, નાશ કરવા છેલ્લા દોઢ મહિનાથી સતત ભઠ્ઠી ચાલુ
સુરત

Follow us on

Surat: કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે એપ્રિલ મહિનાથી શરૂ થયેલી આ લહેરમાં સુરતમાં હજારો લોકો સંક્રમિત થયા હતા. સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય, આ છેલ્લા એક મહિનામાં હોસ્પિટલોમાં વપરાયેલા ઇન્જેક્શન, દવાઓના રેપર, પીપીઈ કીટ, માસ્ક વગેરે સહિતના મેડિકલ વેસ્ટ રોજેરોજ નિકાલ થાય છે.

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મેડિકલ વેસ્ટમાં અધધ 1400 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે દરરોજ સરેરાશ 258 કિલો મેડિકલ વેસ્ટ નીકળતો હતો પણ છેલ્લા અઢી મહિનામાં રોજનો 3369 કિલો મેડિકલ વેસ્ટ નીકળી રહ્યો છે. આ વેસ્ટના નિકાલ માટે છેલ્લા દોઢ મહિનાથી સતત 24 કલાક ભઠ્ઠી ચલાવવી પડી રહી છે.

મેડિકલ વેસ્ટના કચરાનો નિકાલ યોગ્ય ઢબે થાય તે જરૂરી છે. આ મેડિકલ વેસ્ટના કારણે સંક્રમણ ન ફેલાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સુરત મહાનગરપાલિકા પાસે 6 ટન મેડિકલ વેસ્ટ નિકાલ થઈ શકે તેવો પ્લાન્ટ છે. જેની ક્ષમતા કરતા બમણાંથી પણ વધુ મેડિકલ વેસ્ટ આવી રહ્યો છે. મેડિકલ વેસ્ટ વધારે આવતો હોવાથી પાલિકાના કર્મચારીઓ પણ ઓછા પડી રહ્યા છે..

23 માર્ચથી 9 મે, 2020 સુધી 13,947 કિલો મેડિકલ વેસ્ટ થયો હતો જેની સરખામણીમાં 23 માર્ચથી 9મે, 2021 સુધી 1,97,174 કિલો મેડિકલ વેસ્ટ આવી રહ્યો છે. આ એક મોટો પડકાર હતો. પણ પાલિકાના કર્મચારીઓ હિંમતપૂર્વક કામ કરીને આ પડકાર ઝીલી રહ્યા છે..

Next Article