SURAT : તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના અમલીકરણ અન્વયે મુખ્યમંત્રીએ આ કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

|

Nov 26, 2021 | 5:18 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે સ્પેશિયલ વ્હીકલ પરપઝ SPV તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરાશે.

SURAT : તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના અમલીકરણ અન્વયે મુખ્યમંત્રીએ આ કર્યો મહત્વપૂર્ણ નિર્ણય
તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં સિટી બ્યૂટીફિકેશન સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થવાના છે.

ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. ૧૦ કરોડની ઓથોરાઇઝડ્ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ SPV શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ SPV ના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ ચેરમેન તરીકે સુરતના મ્યૂનિસિપલ કમિશનરને રાખવાનો નિર્ણય પણ કર્યો છે.

એટલું જ નહિ, આ SPV માં નિયુક્ત કરવાના થતા ૯ શેર હોલ્ડર્સમાંથી ત્રણ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા નામાંક્તિ કરી નિયુક્ત કરવાની પણ અનુમતિ આપી છે. આ SPV માં સુડા ના પ્રતિનિધિ ડિરેકટર તરીકે સુડાના સી.ઇ.ઓ ને રાખવામાં આવશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ SPV માટેની કુલ રૂ. ૧૦ કરોડની પેઇડ અપ કેપિટલમાં રૂ. પ કરોડ રાજ્ય સરકારના અને રૂ. પ કરોડ સુરત મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવે તેમજ આ હેતુ માટે આગામી વર્ષના બજેટમાં રૂ. પ કરોડની જોગવાઇ કરવામાં આવે તેવા દિશાનિર્દેશો પણ આપ્યા છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના રૂ. ૧૯૯૧ કરોડના ફેઇઝ-૧ ના કામો માટે વર્લ્ડ બેન્ક પાસેથી પ્રોજેક્ટ કોસ્ટના ૭૦ ટકા પ્રમાણે લોન મેળવવાની દરખાસ્તને ભારત સરકારે મંજૂરી આપેલી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે સ્પેશિયલ વ્હીકલ પરપઝ SPV તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરાશે. રૂ. 10 કરોડની ઓથોરાઇઝડ્ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ SPV શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ પણ વાંચો :  1 Year of Farmers Protest: દિલ્હી ગાઝીપુર બોર્ડર પર રાષ્ટ્રગીત ગાઈને ખેડૂતોએ બંધારણ દિવસની ઉજવણી કરી, ટિકૈતે કહ્યું આંદોલનને સમાપ્ત કરવાની હજુ સુધી કોઈ યોજના નથી

આ પણ વાંચો : Crime: ગર્લફ્રેન્ડનો નંબર નહીં આપતા પોલીસ અધિકારીએ યુવક સાથે જ કર્યું ગંદુ કામ ! વિડીયો વાયરલ કરવાની આપી ધમકી, ફરિયાદ દાખલ

Published On - 5:16 pm, Fri, 26 November 21

Next Article