Surat : ગ્રામ પંચાયત ચુંટણી : જિલ્લાની 492 સરપંચની બેઠકો માટે 1708 ઉમેદવારો મેદાનમાં

|

Dec 07, 2021 | 4:33 PM

Gram Panchayat Election : ગ્રામ પંચાયત અને વોર્ડ બેઠકોની ચુંટણીમાં દાવેદારી નોંધાવનારાઓનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. જો કે, આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાને કારણે પણ રાજકીય દાવપેંચ પોતાના ચરમ પર પહોંચ્યા છે.

Surat : ગ્રામ પંચાયત ચુંટણી : જિલ્લાની 492 સરપંચની બેઠકો માટે 1708 ઉમેદવારો મેદાનમાં
File Image

Follow us on

સુરત (Surat ) સહિત સમગ્ર રાજ્યમાં આગામી 19મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી (Election ) યોજનાર છે. સુરત જિલ્લામાં 492 ગ્રામ પંચાયતોમાં સરપંચની ચુંટણી માટે 1730 ઉમેદવારોએ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જ્યારે 4260 વોર્ડ બેઠકો માટે 8808 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આજે ફોર્મ પરત લેવાના અંતિમ દિવસને પગલે મોડી સાંજ સુધીમાં સરપંચ અને વોર્ડ બેઠકોની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગઈકાલે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે સરપંચ માટે દાવેદારી નોંધાવનારા 25 અને સભ્યની ચુંટણીમાં ઝંપલાવનારા 141 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વે રાજ્ય સરકાર માટે લિટમસ ટેસ્ટ સમાન ગ્રામ પંચાયતોની ચુંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે. રાજ્ય સરકાર દ્વારા મહત્તમ સંખ્યામાં ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે પ્રયાસો કરવામાં કરવામાં આવ્યા છે. આ દરમ્યાન આજે સવાર સુધી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાની કુલ 25 ગ્રામ પંચાયતો માટે 92 ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી. જે પૈકી બે ઉમેદવારના ફોર્મ રદ્દ થવા પામ્યા છે અને હવે કુલ 90 ઉમેદવારો ચુંટણી જંગમાં ઝંપલાવશે. આ સિવાય 232 બેઠકો માટે 531 ઉમેદવારો પૈકી 12ના ફોર્મ અમાન્ય ઠરતાં હવે 519 સભ્યોની દાવેદારી માન્ય રહેવા પામી છે.

ઓલપાડ તાલુકામાં પણ 85 ગ્રામ પંચાયત માટે 314 પૈકી 8ના ફોર્મ રદ્દ થતાં હવે કુલ 306 ઉમેદવારોમાં રસ્સાકસીનો જંગ જોવા મળશે. આ રીતે જ 732 વોર્ડ બેઠકો માટે પણ 1307 મુરતિયાઓ ચુંટણી મેદાનમાં ઝંપલાવશે. આ રીતે કામરેજમાં 51 ગ્રામ પંજચાયત માટે 179 ઉમેદવારો સરપંચ માટે અને 834 ઉમેદવારો વોર્ડ બેઠક માટે ચુંટણી જંગમાં ઉતરશે. પલસાણામાં 44 ગ્રામ પંચાયત માટે 117 ઉમેદવારો સરપંચ અને 654 ઉમદેવારોની દાવેદારી વોર્ડ બેઠકો માટે ફાઈનલ થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

બારડોલીમાં 69 ગ્રામ પંચાયત માટે 150 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે અને વોર્ડ બેઠકોની 598 બેઠકો માટે 1011 લોકોએ દાવેદારી નોંધાવી છે. આ સિવાય મહુવા તાલુકામાં 54 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે 197 લોકો જ્યારે 462 વોર્ડ બેઠકો માટે 883 દાવેદારોના ફોર્મ મંજુર થયા છે. માંડવી તાલુકાની પણ 76 ગ્રામ પંચાયતોમાં 321 ઉમેદવારો દ્વારા સરપંચની બેઠક માટે અને 632 વોર્ડ બેઠકોની સંખ્યા માટે 1573 દાવેદારોના ફોર્મ મંજુર થયા છે. માંગરોળ તાલુકાની 55 ગ્રામ પંચાયતો પૈકી 193 ઉમેદવારોએ સરપંચ માટે અને 480 વોર્ડ બેઠકો માટે 1133 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આ સિવાય ઉમરપાડા તાલુકાની 33 ગ્રામ પંચાયતો પૈકી 155 ઉમેદવારોએ સરપંચ માટે અને 276 વોર્ડ બેઠકો માટે 759 દાવેદારોના ફોર્મ મંજુર થયા છે.

સરપંચ માટેના 25 અને સભ્ય માટેના 141 ફોર્મ નામંજૂર
29મી નવેમ્બરથી ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ અને વોર્ડ બેઠકો માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલ સુધી તમામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચની કુલ 492 બેઠકો પૈકી 1733 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી 25ના ફોર્મ ચકાસણી દરમ્યાન રદ્દ કરવામાં આવતાં હવે 1708 ઉમેદવારો જ ચુંટણી જંગમાં ઝંપલાવશે. આ રીતે જ જિલ્લાના તમામ તાલુકાઓમાં વોર્ડ બેઠકોની કુલ 4260 બેઠકો પૈકી 8808 ઉમેદાવારોના ફોર્મ ચકાસણી દરમ્યચાન 141ના ફોર્મ અમાન્ય રહેતા હવે 8673 દાવેદારો વચ્ચે રસ્સાકસીનો જંગ જોવા મળશે.

ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ
ગ્રામ પંચાયત અને વોર્ડ બેઠકોની ચુંટણીમાં દાવેદારી નોંધાવનારાઓનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. જો કે, આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાને કારણે પણ રાજકીય દાવપેંચ પોતાના ચરમ પર પહોંચ્યા છે. પોતાના સમર્થનમાં દાવેદારી જતી કરવા માટે સવારથી જ દાવેદારો હરસંભવ પ્રયાસ કરતા નજરે પડી રહ્યા હતા.

આ પણ વાંચો : Surat : સુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઇકો ફ્રેન્ડલી યાર્નનું વધતું ચલણ

આ પણ વાંચો : PG પ્રવેશ મુદ્દે વિરોધ: સુરતમાં સિવિલ, સ્મીમેરના રેસિડેન્ટ તબીબ હડતાળ પર, તમામ ઈમરજન્સી સેવા ચાલુ

Next Article