AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PG પ્રવેશ મુદ્દે વિરોધ: સુરતમાં સિવિલ, સ્મીમેરના રેસિડેન્ટ તબીબ હડતાળ પર, તમામ ઈમરજન્સી સેવા ચાલુ

Surat: કામનું ભારણ વધતાં તબીબી વિદ્યાર્થીઓ અકળાયા PGના પ્રવેશ શરૂ ન થતા રેસિડન્ટ ડોક્ટરો ફરી હડતાળ પર ઉતર્યા. સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી ગયું હોવાનો દાવો છે.

PG પ્રવેશ મુદ્દે વિરોધ: સુરતમાં સિવિલ, સ્મીમેરના રેસિડેન્ટ તબીબ હડતાળ પર, તમામ ઈમરજન્સી સેવા ચાલુ
Protest on PG admission issue
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 07, 2021 | 12:41 PM
Share

સુપ્રીમ કોર્ટમાં અનામતના મુદ્દે ચાલી રહેલી સુનાવણીને લઈને ભારતમાં મેડીકલ કોલેજોમાં પ્રથમ વર્ષની પોસ્ટ ગ્રેજયુએટ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. સરકાર દ્વારા જે સમય આપવામાં આવ્યો હોય તે સમયે કોઈ નિર્ણય ન આવતાં સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત રાજયના છ શહેરોમાં આજથી રેસીડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતર્યા છે. હોસ્પિટલમાં ઈમરજન્સી, કોવિડ-19 અને આઈસીયુ વિભાગમાં રેસીડેન્ટ તબીબો સારવાર આપશે. તે સિવાય કોઈપણ વિભાગમાં તબીબો ફરજ પર રહેશે નહીં.

નવી સિવિલના જુનિયર ડોકટર્સ એસોસિએશને ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને મળ્યા બાદ હડતાળ ખેંચી લીધી હતી પરંતુ 4-5 દિવસની ખાતરી બાદ પણ સુરતની સરકારી મેડિકલ કોલેજ સહિત દેશમાં પ્રથમ વર્ષની પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. મેડિકલ કોલેજોમાં નીટ- પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા વહેલી શરૂ કરવાની માંગણી સાથે જુનિયર ડોકટરોના સંગઠનોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

આજથી એટલે કે મંગળવારથી ઓપીડી અને વોર્ડમાં રેસીડેન્ટ ડોકટરો કામ કરશે નહીં, જુનિયર ડોકટર્સ ઓસિ.ને સોમવારે સિવિલના ડીન. ડો. ઋતંબરા મહેતાને આવેદન આપીને હડતાળ પર જવાની જાણ કરી હતી. ડો. ઋતમ્બરા મહેતાએ જણાવ્યું હતુ કે આ બાબત સમગ્ર દેશમાં ચાલી રહી છે. જુનિયર ડોકટર્સ એસોસિએશન રાષ્ટ્રીયસ્તરે હડતાળ પર છે. જયાં સુધી રાજય સરકાર મેડિકલ કોલેજોમાં નોન- પીજી કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ નહી કરે ત્યાં સુધી જુનિયર તબીબોની ભરતી કરીને બીજા અને ત્રીજા વર્ષના તબીબોને મદદ કરવા સહત થયા છે.

સુરત મેડિકલ કોલેજમાંથી ફાઈલ તૈયાર કરીને ગાંધીનગર મેડિકલ એજયુકેશનમા એડિશનલ ડાયરેકટર ડો. રાધવેન્દ્ર દીક્ષિત સાથે વાત કરી છે. તેમણે કહ્યું છે કે ફાઈલ ઉપલા સ્તરના અધિકારીઓ સુધી પહોંચી ગઈ છે. ટુંક સમયમાં સરકાર તેના પર નિર્ણય લેશે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતારાજયના છ શહેરોમાં રેસીડેન્ટ ડોકટરોએ આજથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બીજા વર્ષમાં રેસિડેન્ટ ડોકટરોએ હડતાળ પર જવાનું મન બનાવી લીધુ છે. પરંતુ ત્રીજા વર્ષના રેસીડેન્ટ તબીબો હડતાળ પર જવા માંગતા નથી. હડતાળને લઈને નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના અનેક રેસીડેન્ટ તબીબોમાં મતભેદ સર્જાયા છે. નવી સિવિલમાં સિનીયર તબીબો 127 છે. જેઓ હડતાળ પર નથી ઉતર્યા તે જ સમયે વહીવટી તંત્રએ મેડીકલ કોલેજના નોન- કિલનિકલ શિક્ષકોને જરૂરીયાત મુજબ ઓપીડી, વોર્ડમાં જવાના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલ આવતી કાલથી 2 દિવસ દુબઈ પ્રવાસે, વાયબ્રન્ટ ગુજરાતને લઈને કરશે રોડ શો, જાણો વિગત

આ પણ વાંચો: ઓમિક્રોનને લઈને SMC એલર્ટ: સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે લાગુ રહેશે આ કડક નિયમ, જાણો વિગત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">