Surat : ઔદ્યોગિક એકમોને મનપાનું અલ્ટીમેટમ, પ્રદૂષિત પાણી છોડશો તો, જીપીસીબી-પાલિકા કરશે સંયુક્ત કાર્યવાહી

|

Feb 16, 2022 | 1:12 PM

સુરતના બમરોલી ખાતે પાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કલરયુક્ત કેમિકલનું પાણી આવે છે. કલરવાળા પાણીને કારણે પાલિકાના પ્લાન્ટને ગંભીર અસર થઇ છે. બમરોલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાથે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટને પણ મોટી અસર પહોંચી છે.

Surat : ઔદ્યોગિક એકમોને મનપાનું અલ્ટીમેટમ, પ્રદૂષિત પાણી છોડશો તો, જીપીસીબી-પાલિકા કરશે સંયુક્ત કાર્યવાહી
Chemical Water

Follow us on

સુરત (Surat) પાલિકાની ગટરલાઇનમાં કેમિકલયુક્ત (Chemical) કલરવાળું પાણી છોડતા ભેસ્તાન , વડોદ , બમરોલી , ઉનના ઔદ્યોગિક એકમોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સાયન્સ સેન્ટર ખાતે પાલિકાએ ઔદ્યોગિક એકમોના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગટરલાઇનમાં બારોબાર પાણી છોડવાનું બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી. પાલિકાની સમજાવટ છતાં કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા પ્રવૃત્તિ ચાલુ રહી તો પાલિકા અને જીપીસીબી (GPCB) દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવશે.

સુરતના બમરોલી ખાતે પાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કલરયુક્ત કેમિકલનું પાણી આવે છે. કલરવાળા પાણીને કારણે પાલિકાના પ્લાન્ટને ગંભીર અસર થઇ છે. બમરોલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાથે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટને પણ મોટી અસર પહોંચી છે. પાલિકાના પ્લાન્ટ ગટરનું પાણી ટ્રીટ કરવા માટે બનાવાયા છે. આ પ્લાન્ટમાં કેમિકલયુક્ત પાણી આવતા મશીનરીઓને અસર થઇ રહી છે.

પાલિકાએ જણાવ્યું હતું કે બમરોલી પ્લાન્ટમાંથી પાંડેસરા અને સચિનના એકમોને રિસાઇકલ પાણી પૂરું પાડવામાં આવે છે. બમરોલી ટર્શરી પ્લાન્ટ થકી સાત વર્ષમાં રૂ. 265 કરોડની આવક થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રિસાઇકલ પાણીના પ્રોજેક્ટની નોંધ લીધી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પાલિકા અને જીપીસીબી એકમો સામે સંયુક્ત કામગીરી કરશે

ઝીરો ડિસ્ચાર્જ એકમોમાંથી બેરોકટોક કલરવાળું પાણી નીકળે છે. સીઇટીપી સાથે જોડાયા નથી તેવા એકમોને પાલિકાએ કેટલીક શરતોને આધીન ગટર જોડાણ આપ્યું છે. આવા એકમોએ પાલિકાની ગટરલાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડતા પહેલા તેને ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. કલરવાળું પાણી જરૂરી પ્રોસેસ કરી ટ્રીટ કરી ગટરમાં છોડવાને બદલે એકમો બારોબાર ગટરમાં છોડી દે છે. હજારોની સંખ્યામાં આવેલી તપેલા ડાઇંગનું કલરવાળું પાણી સીધેસીધું ગટરમાં આવે છે. ઝીરો ડિસચાર્જ ધરાવતા એકમોએ કલરવાળું પાણી ટ્રીટ કરી રિયૂઝ કરવાનું રહે છે, પરંતુ ઝીરો ડિસચાર્જ એકમામાંથી પણ બેરોકટોક કલરયુક્ત પાણી નીકળે છે. પાંડેસરા જીઆઇડીસી બહારતા એકમોએ ટેન્કરથી પાણી માંગ્યું ઉદ્યોગકારોની બેઠકમાં પાલિકાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિસાઇકલ પાણી પાંડેસરા જીઆઇડીસી બહારના વિસ્તારમાં પૂરું પાડવા રજૂઆત કરવામાં આવી હતી. કેટલાક એકમોએ રજૂઆત કરી હતી કે તેઓ બોરિંગનું પાણી લે છે જેનો ટીડીએસ ખૂબ વધારે હોવાથી ટ્રીટમેન્ટ કરી છોડવામાં ખર્ચ વધી જાય છે.

પાંડેસરા જીઆઇડીસી બહારની મિલોને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરથી ટેન્કર વડે પાણી પૂરું પાડવા માગ ઊઠી હતી. પાલિકાએ આ દિશામાં હકારાત્મક પ્રતિસાદ આપી લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. ટેન્કર વડે બોરિંગનું પાણી લેવા કરતા એકમોએ રિસાઇકલ પાણી લેવા તૈયારી બતાવી છે.

35 થી વધુ એકમો સામે જીપીસીબીને ફરિયાદ પાલિકાએ વિવિધ ટીમ બનાવી મિલોની બહાર ગટરલાઇનના આઉટલેટમાં પાણીના સેમ્પલ લીધા હતા . બમરોલી , વડોદ , ઉન , ભેસ્તાન સહિતના વિસ્તારોની 35 થી વધુ મિલોના આઉટલેટમાં કલરવાળું પાણી મળી આવ્યું હતું . પાલિકાએ આ તમામ સેમ્પલના લેબોરેટરી ટેસ્ટિંગ કરાવી જીપીસીબીને રિપોર્ટ મોકલ્યો છે . ગટરલાઇનમાં કેમિકલવાળું પાણી છોડતા એકમો સામે પગલાં ભરવાની જવાબદારી જીપીસીબીની છે . સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલી બેઠકમાં જીપીસીબીના અધિકારીઓએ હાજર રહી ઉદ્યોગકારોને અલ્ટિમેટમ આપ્યું હતું.

આ પણ વાંચો-

Ambaji: 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાયો, અંબાજીના માર્ગો પર માતાજીની પાલખી યાત્રા નીકળી

આ પણ વાંચો-

Surat : ત્રીજી લહેર શાંત પડતા કોલેજો અને યુનિવર્સીટી વિભાગોમાં ફરજિયાત ઓફલાઇન શિક્ષણનો આદેશ

 

Published On - 1:11 pm, Wed, 16 February 22

Next Article