રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine war)ની સ્થિતિને કારણે સોનાના ભાવ (Gold Price)માં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. તેનાથી સુરત (Surat )માં જ્વેલરી ઉત્પાદનને પણ અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, સોનાના ભાવમાં ઉતાર ચઢાવના પરિણામે નિકાસ ઓર્ડરમાં વિલંબ થવાની પૂરેપૂરી શકયતા છે.
યુદ્ધની સ્થિતિને જોતા છેલ્લા ત્રણ દિવસમાં સોનાની કિંમત 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 52 હજાર રૂપિયાની આસપાસ થઈ ગઈ હતી.જો કે આજે અચાનક જ એકજ દિવસમાં સોનુ એક હજાર રૂપિયા આસપાસ સસ્તું થયું છે. આજે 1 તોલા સોનાનો ભાવ 510000 રૂપિયા છે.
સુરતમાં 2500 થી વધુ રિટેલ અને 350 થી વધુ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલા છે. સોનાના ભાવમાં ઉતાર ચઢાવને કારણે છૂટક વેચાણમાં 40 ટકા જેટલો ઘટાડો થયો છે. અને હાલ પરિસ્થિતિ એ આવીને ઉભી થઇ છે કે એડવાન્સ ઓર્ડર લેનાર ઉત્પાદક પાસે સ્ટોક ઉપલબ્ધ નથી.
હાલ ઉત્પાદકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે. સુરતની જ્વેલરી ઉત્પાદક કંપની પાસે વિદેશના ઓર્ડર વધારે છે. આવા કિસ્સામાં ઓર્ડરમાં વિલંબ થઈ શકે છે. જેમણે ઓર્ડર લઈ લીધા છે તેમને મુશ્કેલી પડવાની છે.
જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ જયંતિ સાવલિયાએ જણાવ્યું કે હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. જેની અસર બજાર પર પણ પડી રહી છે. આનાથી સોનાના ભાવમાં વધારો થયો છે અને છૂટક વેચાણમાં ઘટાડો થયો છે. આ બધાની અસર ઉત્પાદકો પર પડશે. જેમણે ઓર્ડર કરી દીધો છે તેમને મુશ્કેલી પડશે. આ ઓર્ડરને પૂર્ણ કરવામાં વિલંબ કરશે. સોનાના છૂટક વેચાણમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.
વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રતાપ ચોડવડીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં વધારો થયો છે. રિટેલ વેચાણ પર તેની અસર વર્તાવા લાગી છે. સોનાના ભાવ વધે પછી લોકો તેની ખરીદી કરવાનું બંધ કરે છે અને ભાવ ઘટવાની રાહ જુએ છે.જેના કારણે છૂટક વેચાણમાં 40 ટકાનો ઘટાડો થયો છે. જો સ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં તેની વધુ અસર જોવા મળશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-