Surat: RTOના ચોપડે રજિસ્ટર નથી થયા ફૂડ ટેમ્પો, આગામી દિવસોમાં કાર્યવાહીના એંધાણ

|

Nov 17, 2021 | 8:22 PM

વગર રજીસ્ટ્રેશન કર્યે જો કોઈ ફૂડ ટેમ્પો ચાલી રહ્યો હોય તો તે ગેરકાયદેસર છે. લોકોના વધતા દબાણ અને ફરિયાદોને કારણે હવે આરટીઓ દ્વારા પણ આવા ફૂડ ટેમ્પો ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે.

Surat: RTOના ચોપડે રજિસ્ટર નથી થયા ફૂડ ટેમ્પો, આગામી દિવસોમાં કાર્યવાહીના એંધાણ

Follow us on

સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા એકબાજુ જ્યાં ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લાઓ અને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના માટે સુરત કોર્પોરેશન અભિયાન પણ ચલાવી રહ્યું છે. તેવામાં આખા સુરતમાં રજીસ્ટ્રેશન વગર ચલતા ફૂડ ટેમ્પોની (Food Tempo) ભરમાર લાગી છે. જેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થવાને કારણે લારી ગલ્લાવાળાઓમાં પણ નારાજગી જોવા મળી રહ્યા છે. જોકે હવે દબાણ વધતા આરટીઓ વિભાગ પણ આવા ગેરકાયદેસર ફૂડ ટેમ્પો ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવા તૈયારી બતાવી રહ્યું છે. 

 

 

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

લારીઓની સાથે ફૂડ ટેમ્પોનું વધી રહ્યું છે ચલણ

સુરતમાં સ્ટ્રીટ ફૂડની સંસ્કૃતિને કારણે શહેરભરમાં ખૂણે ખૂણે ખાણી પીણીની અને નાસ્તાની લારીઓ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે. જેના કારણે રસ્તા પર દબાણની સમસ્યા ખુબ વધી રહી છે. જેને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાએ ખાસ અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. લારીઓની સાથે સાથે દરેક જગ્યાએ હવે ફૂડ ઓન વ્હીલ્સ એટલે કે ફૂડ ટેમ્પોનું ચલણ વધી રહ્યું છે.

 

સુરતમાં 300 જેટલા ફૂડ ટેમ્પો ધમધમી રહ્યા છે 

સુરતમાં ગેરકાયદેસર રીતે આવા 300 જેટલા ફૂડ ટેમ્પો સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઉભા રહે છે. જેના પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી રહી જેના કારણે નાની નાની લારી ચલાવનારા લોકોમાં પણ ખુબ નારાજગી જોવા મળી રહી છે. આરટીઓ અધિકારીઓનું માનીએ તો આવા ફૂડ ટેમ્પોનું આરટીઓમાં રજીસ્ટ્રેશન કરવું ખુબ જરૂરી છે.

 

આગામી દિવસોમાં કાર્યવાહીના એંધાણ

રજીસ્ટ્રેશન કર્યા વગર જો કોઈ ફૂડ ટેમ્પો ચાલી રહ્યો હોય તો તે ગેરકાયદેસર છે. લોકોના વધતા દબાણ અને ફરિયાદોને કારણે હવે આરટીઓ દ્વારા પણ આવા ફૂડ ટેમ્પો ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. હાલ દિવાળીના કારણે મોટાભાગનો સ્ટાફ સુરત બહાર છે. આરટીઓનો સ્ટાફ પરત ફરશે ત્યારે સૌથી પહેલા ટેમ્પો સંચાલકોને પહેલા નોટિસ આપવામાં આવશે અને તે પછી તેમના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવશે.

 

 

નાની નાની લારી ચલાવનારાઓનું કહેવું છે કે જો લારી ગલ્લાને કારણે દબાણ વધતું હોય તો ફૂડ ટેમ્પોને કારણે પણ ટ્રાફિક જામ થાય જ છે. જોકે તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. વધુમાં તેઓ રજીસ્ટર્ડ પણ નથી. જેથી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તે જરૂરી છે.

 

 

આ પણ વાંચો : Surat: બાળકોમાં નાનપણથી જ ટ્રાફિક સેન્સ કેળવવા 10.27 કરોડના ખર્ચે તૈયાર કરાશે કિડ્સ સીટી, જાણો વિગત

 

આ પણ વાંચો : હવે બળાત્કારીઓની ખેર નથી : સુરતમાં એક મહિનામાં પાંચ કેસોમાં બળાત્કારીઓને કડક સજા ફટકારાઇ

Next Article