Surat : કાપડ પર 12 ટકા GST કરીને સરકાર ફરી એકવાર આંદોલન ઈચ્છે છે ? સુરતના વેપારીઓમાં આક્રોશ

|

Nov 24, 2021 | 9:37 AM

આ નોટિફિકેશનને કારણે સૌથી વધારે નુકશાન ટ્રેડર્સને થશે.12 ટકા જીએસટી સાથે કાપડ વેચવું તેમના માટે પણ એક મોટો પડકાર બની રહેશે. એક સમાન ટેક્સ લાગુ કરવા માટેનું નોટિફિકેશનના કારણે દેશભરના કાપડ વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

Surat : કાપડ પર 12 ટકા GST કરીને સરકાર ફરી એકવાર આંદોલન ઈચ્છે છે ? સુરતના વેપારીઓમાં આક્રોશ
File Image

Follow us on

સુરતના કાપડ અગ્રણીઓનું (Textile Traders ) કહેવું છે કે કાપડ પર પાંચ ટકા જીએસટીનો(GST) દર વધારીને 12 ટકા કરવાથી જીએસટીના કારણે લગભગ 2625 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડશે. હાલ ના દર પ્રમાણે સુરતના કાપડ વેપારીઓ દર વર્ષે લગભગ 1875 કરોડ રૂપિયાનો ટેક્સ(Tax ) ચૂકવે છે. પરંતુ હવે 4500 કરોડ રૂપિયાની આસપાસ જીએસટી ભરવું પડશે. નોંધનીય છે કે યાર્ન, ગ્રે અને ફેબ્રિક્સ પર 1 જાન્યુઆરીથી એક સમાન 12 ટકા જીએસટી લાગુ થવાનું નોટિફિકેશન બહાર પડતા વેપારીઓ ચિંતિત છે. 

આ નોટિફિકેશનને કારણે સૌથી વધારે નુકશાન ટ્રેડર્સને થશે.12 ટકા જીએસટી સાથે કાપડ વેચવું તેમના માટે પણ એક મોટો પડકાર બની રહેશે. એક સમાન ટેક્સ લાગુ કરવા માટેનું નોટિફિકેશનના કારણે દેશભરના કાપડ વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિવિધ માર્કેટના વેપારીઓ તેના વિરોધમાં એક સાથે ભેગા થઇ રહ્યા છે. દેશની સૌથી મોટી કાપડ માર્કેટ સુરતને ફરી એકવાર આ મામલે આગેવાની કરવી પડશે તેવું પણ લાગી રહ્યું છે. દરેકનો મત એક જ છે કે 12 ટકા જીએસટીમાં વેપાર કરવો મુશ્કેલ છે. જેના વિરોધમાં દેશભરની બધી જ કાપડ માર્કેટ એક મંચ પર આવશે અને જલ્દી તેના પર મિટિંગ કરીને ઇનપુટ લેશે.

પુનર્વિચાર કરવા માંગ :
સુરત સહીત દેશભરમાં કાપડ ઉધોગકારો સરકારના આ નિર્ણયની વિરોધમાં છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન, ફેડરેશન ઓફ ગુજરાત વેલ્ફેર એસોસિયેશન, સુરત મર્કન્ટાઈલ એસોસિયેશન, ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વીવિંગ એસોસિયેશન સહીત ઘણી સંસ્થાઓએ સરકારના આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માંગ કરી છે. તમામ સંસ્થાઓનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે કાપડની કિંમતો વધી જશે. જેનાથી રિટેલ વેપાર પર પણ અસર પડશે. સાથે જ બેરોજગારી વધવાની પણ પુરેપુરી સંભાવના છે. ત્યાંજ ભારતનું કાપડ મોંઘુ થવાને કારણે વિદેશોમાં પણ તે સ્પર્ધામાં ટકી શકશે નહિ. આ ઉપરાંત ચીન અને વિયેતનામથી કાપડની આયાત પણ વધશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સુરતમાં કાપડ બજારમાં સામાન્ય દિવસોમાં રોજના 125 કરોડનો વેપાર થયા છે. સુરતના કાપડ વેપારીઓ અત્યારસુધી રોજના 6.25 કરોડ રૂપિયા જીએસટીના ચુકવતા હતા. પરંતુ હવે રોજ 15 કરોડ રૂપિયા સુરતના વેપારીઓને ચૂકવવા પડશે. વેપારીઓ હવે વાર્ષિક 4500 કરોડ રૂપિયા ચુકવશે. વેપારીઓની મોટી રકમ જામ થઇ જશે. જેના કારણે સમસ્યા ઉભી થશે. તેવામાં બધા લોકોએ એકસાથે આવીને કેંદ્ર સરકારને આ સમસ્યા બતાવવી જ પડશે.

આ પણ વાંચો : Surat: આશરે સાડા ત્રણ દાયકા પછી વરાછાવાસીઓને બોટલનેક ટ્રાફિકજામની સમસ્યાથી મળશે મુક્તિ, જાણો કોર્પોરેશને શું કરી કામગીરી

આ પણ વાંચો : Surat : વેસુની સુમન મલ્હાર આવાસ યોજનાના કોન્ટ્રાકટર સામે પાલિકાની ઢીલી નીતિથી લાભાર્થીઓ મકાનથી હજી પણ વંચિત

Next Article