સુરત મહાનગરપાલિકાની(SMC) ઓનલાઇન કમ્પ્લેઇન મેનેજમેન્ટ સિસ્ટમ(CMS) ના આધારે મહાનગરપાલિકાને મળતી ફરિયાદોના(Complain ) નિરાકરણમાં લોલંલોલ જ ચાલે છે
કોર્પોરેશન લોકોને પોતાના વિસ્તારમાં નડતી ફરિયાદો દૂર કરવામાં માટે ઓનલાઇન કમ્પ્લેઇન સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી. જોકે આ સિસ્ટમ પણ ખાલી દેખાવા ખાતર શરૂ થઇ હોય તેવો આક્ષેપ ખુદ ભાજપના જ એક કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે. સ્થળ પર અરજીને આ ફરિયાદોને જઈને જોવામાં આવે તો માલુમ પડે છે કે સ્થિતિ ઠેરની ઠેર જ રહે છે.
ફરિયાદી દ્વારા ફરી એકની એક ફરિયાદ માટે રિમાઈન્ડર મોકલવામાં આવે છે ત્યારે હકીકત બહાર આવે છે. આ આક્ષેપ બાદ હવે અન્ય ઝોનમાંથી પણ આવી ફરિયાદો ઉઠી રહૈ છે. નોંધનીય છે કે મનપાએ ઓનલાઇન કમ્પ્લેન મેનેજમેન્ટ સિસ્ટમ લોકોની સરળતા માટે શરૂ કરી હતી. જેમાં લોકો ફરિયાદ ઓનલાઇન જ કરી શકે છે. અને આ ફરિયાદ કયા અધિકારી, કર્મચારીને સુપરત કરવામાં આવે છે તેના નામ, હોદ્દો અને નંબર પણ નાગરિકોને તરત જ મળી જાય છે.
જોકે આ કર્મચારીઓ, કે અધિકારીઓ એકાદ બે દિવસમાં જ ફરિયાદનો નિકાલ થઇ ગયો હોવાનો ઓનલાઇન ઉલ્લેખ કરીને કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવાનો રિપોર્ટ મૂકી દે છે. નાગરિક દ્વારા આ જ દરિયાદ ફરીથી કરવામાં આવે ત્યારે જ કામ ન થયું હોવાનું બહાર આવે છે. નહીં તો ખબર જ પડતી નથી.
સત્તાવાર આંકડા પ્રમાણે એક વર્ષ દરમ્યા માત્ર સેન્ટ્રલ ઝોનમાં જ 41,650 ફરિયાદો મળી છે. મનપાના વોટ્સએપ નંબર પર 10,880 ફરિયાદો મળી છે. જેમાં 51,275 ફરિયાદોનું નિવારણ થઇ ગયું છે. જયારે વિવિધ કારણોસર 285 ફરિયાદોનો જ નિકાલ બાકી છે. સૌથી વધારે ફરિયાદો ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેનેજની છે.
થોડા સમય પહેલા મેયર હેલ્પ ડેસ્ક પર લાંબા સમયથી પેન્ડિંગ ગાર્ડન વિભાગની ફરિયાદ બાબતે મેયરે સંબંધિત અધિકારીઓને બોલાવીને તાકીદ કરી હતી. જેને પગલે ગાર્ડન વિભાગના અધિકારીઓએ પણ ઓફિસની બહાર બેસીને જ મોટાભાગની ફરિયાદોનો નિકાલ થઇ ગયાની ઓનલાઇન રિમાર્ક મૂકીને કમ્પ્લેઇન ક્લોઝ કરી દીધી હતી.
આ પણ વાંચો : Surat : સુરતીઓ નવું લાવ્યા !! નવરાત્રી માટે તૈયાર કર્યા કોરોના જાગૃતિ માટેના ચણિયાચોળી
આ પણ વાંચો :Surat : સુરત શાહજહાં ફ્લાઈટનું બુકીંગ શરૂ, દુબઈની ફ્લાઇટ મળે તેવી પણ સંભાવના