ડાયમંડ બિઝનેસ (Diamond Business) બેલજીયમની (Belgium) અર્થવ્યવસ્થામાં સૌથી વધુ મહત્વનો ફાળો આપે છે. આ શબ્દો છે સુરત પધારેલા ભારતના બેલજીયમ ખાતેના રાજદૂત એચ.ઈ.ફ્રાંકોઈસેના. જીજેઈપીસીની સુરત મુલાકાત દરમ્યાન તેમણે આ વાત કરી હતી. ભારતમાં બેલજીયમના રાજદૂત એચ.ઈ.ફ્રાંકોઈસની આગેવાની હેઠળ બેલજીયમ દુતાવાસનું પ્રતિનિધિમંડળ સુરતના જીજેઈપીસીના પ્રાદેશિક કાર્યાલયની મુલાકાતે આવ્યું હતું. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત બનાવવા માટે સુરતના હીરાના વેપારીને વધુ મજબૂત બનાવવા માટે સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓએ બેલજીયમના રાજદૂત એચ.ઈ.ફ્રાંકોઈસ સાથે વિચારોની આપ લે કરી હતી.
જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડિયાએ દર પાંચ વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેઓએ ફાન્કોઈસને નવીનીકરણની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અપીલ પણ કરી હતી. જીજેઈપીસીના આસિસ્ટન્ટ ડિરેક્ટરે ભારતમાં ડાયમંડ એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના તથ્યો અને આંકડાઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. અને બે દેશો વચ્ચેના વેપાર અંગે સમજ આપી હતી.
ફાન્કોઈસે તેમના વક્તવ્યમાં સુરતના ડાયમંડના આગેવાનો દ્વારા બનાવવામાં આવેલા માળખાગત સુવિધાઓની પ્રશંસા કરી હતી. તેઓએ સભ્યોને બેલજીયમ સાથે બિઝનેસ શરૂ કરવા અને બિઝનેસ વધારવા પ્રોત્સાહિત પણ કર્યા હતા. તેઓએ એ વાત પર પણ ભાર મુક્યો હતો કે ડાયમંડનો બિઝનેસ તેમની અર્થવ્યવસ્થામાં સૌથી વધુ મહત્વનો ફાળો આપે છે.
સભ્યોએ બેલજીયમની બેંકો દ્વારા ધિરાણમાં આવતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે બેલજીયમ બેંકો વેપારને સમર્થન આપી રહી નથી અને નવા પ્રવેશકર્તાઓ માટે બેલજીયમની સ્થાનિક બેંકો પાસેથી નાણાં મેળવવાનું મુશ્કેલ બની ગયું છે.
તેઓએ જણાવ્યું હતું કે બેલજીયમ રફ ડાયમંડનો એક મુખ્ય સ્ત્રોત છે. જે મુખ્યત્વે વ્યાપાર કરવાની સરળતા સિવાય નાણાકીય લાભોને કારણે વિશિષ્ઠ મહત્વ ધરાવે છે. બેલજીયમના રાજદૂતે કહ્યું હતું કે સરકાર તેના માટે કામ કરી રહી છે અને તેઓને આશા છે કે આ પ્રશ્નનું પણ ઝડપી નિરાકરણ આવી જશે.
પ્રાદેશિક સમિતિના સભ્યો અને એસઆઈડીસી બોર્ડના સભ્યોએ પ્રતિનિધિમંડળને મુંબઈ અને સુરતમાં એસએનઝેડ જેવા જીજેઈપીસી દ્વારા બનાવવામાં આવેલ માળખાકીય સુવિધાઓ વિશે બેલજીયમના બજારમાં જાગૃતિ ફેલાવવાનો આગ્રહ કર્યો હતો. તેઓએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે આ સુવિધાઓ વધવાથી બેલજીયમ અને ભારત બંને દેશના ડાયમંડ ઉદ્યોગને ફાયદો થશે.
આ પણ વાંચો : સુરત : એકતા દિવસની ઉજવણી અંતગર્ત બાઈક રેલી યોજાઇ, પોલીસ કર્મચારીઓ ગરબે ઘૂમ્યા
આ પણ વાંચો : SURAT : મંત્રીઓને ઇલેક્ટ્રીક વાહનો આપવા અંગે નિર્ણય લેવાઇ શકે છે : પૂર્ણેશ મોદી