સુરત : ધનતેરસની ધૂમ ખરીદી, જવેલર્સ અને વાહનોના શો-રૂમમાં લોકોની ભીડ

|

Nov 02, 2021 | 2:05 PM

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ કરવામાં આવે છે.

સુરતીલાલાઓ દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે ધનતેરસ નિમિતે સુરતમાં ખરીદીની ધૂમ નીકળી છે. લોકો સોનાચાંદી સહિત વાહનો અને અનેક વસ્તુઓની ખરીદી કરવા ઉમટી પડયા છે.

આજે ધનતેરસ. ધનતેરસના શુભ દિવસની સાથે દિપોત્સવના મહાપર્વની શરૂઆત થઈ છે. આજથી શરૂ થતા પ્રકાશ પર્વની ઉજવણી ભાઇબીજ સુધી ચાલશે. ધનતેરસની વાત કરીએ તો આજે મહાલક્ષ્મીના પર્વ ધનતેરસની દેશભરમાં ધામધૂમ પુર્વક ઉજવણી થશે. ત્રિપુષ્કર નામના શુભ યોગમાં આજના દિવસની ઉજવણી થશે. આજનો દિવસ એટલો શુભ છે કે નાગરિકો મુહૂર્ત જોયા વગર કોઇપણ સારું કામ, વાહનો સાથે આભૂષણોની ખરીદી કરી શકે છે. માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે તમે જેટલી ખરીદી કરો છો, તેમાં 13 ગણો વધારો થાય છે.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ કરવામાં આવે છે. ધન્વંતરિ અને કુબેરની ઉપાસના ભગવાન ધન્વંતરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાનને પીળી વસ્તુ ગમે છે. એટલે કે ભગવાનને પિત્તળ અને સોનું અતિપ્રિય હોય છે. અને એટલા જ માટે આજના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ રહેલું છે. અને આ ખરીદીને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો : Bhakti: ધનતેરસના અવસરે આ ખાસ વસ્તુઓનું કરો દાન, ખૂલી જશે ભાગ્ય આડેના બંધ દ્વાર !

Published On - 1:07 pm, Tue, 2 November 21

Next Video