Surat: જિલ્લા કૃષિ વિભાગે ભાસ્કર સિલ્ક મિલમાં દરોડા પાડતા ગેરકાયદેસર નીમ કોટેડ યુરિયાનો જથ્થો ઝડપાયો

|

Jan 30, 2022 | 2:13 PM

ગુજરાતમાં એક બાજુ યુરિયા ખાતરને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેટલાક ગામડાઓમાં તો ખેડૂતને એક ખાતરની થેલી લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવુ પડે છે. જો કે બીજી તરફ આ જ યુરિયા ખાતરને મીલ માલિકો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હોય છે.

Surat: જિલ્લા કૃષિ વિભાગે ભાસ્કર સિલ્ક મિલમાં દરોડા પાડતા ગેરકાયદેસર નીમ કોટેડ યુરિયાનો જથ્થો ઝડપાયો
illegal neem coated urea was seized

Follow us on

સુરત (Surat) જિલ્લાના પલસાણાના તાતીથૈયામાં આવેલા ભાસ્કર સિલ્ક મિલ (Bhaskar Silk Mill)માં જિલ્લા કૃષિ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. જેમાં નીમ કોટેડ યુરિયા (Neem coated urea)ની રૂપિયા 36 હજારથી વધુની કિંમતની 130 થેલીઓનો જથ્થો ઝડપાયો હતો. આ અંગે મિલ ડાયરેક્ટર તરફથી યોગ્ય જવાબ ન મળતા કૃષિ વિભાગે મિલ કંપની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં એક બાજુ યુરિયા ખાતરને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેટલાક ગામડાઓમાં તો ખેડૂતને એક ખાતરની થેલી લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવુ પડે છે. જો કે બીજી તરફ આ જ યુરિયા ખાતરને મીલ માલિકો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હોય છે. કેટલીક કંપની કૃષિ વપરાશ માટેના ખાતરનો ઉપયોગ ઔદ્યોગિક વપરાશ કરવા કરે છે. આવી જ ઘટના સુરત જિલ્લામાં પણ સામે આવી છે.

સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં આવેલી ભાસ્કર સિલ્ક મિલ પ્રા.લિ. માં સુરતના ખેતી વિસ્તરણ અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. એ મિલમાંથી નીમ કોટેડ યુરિયા ( N-46%)ની ક્રિભકો હજીરા દ્વારા ખેત વપરાશ માટે ઉત્પાદિત 122 થેલીઓ મળી આવી હતી. ઉપરાંત GNFC ભરૂચ દ્વારા ઉત્પાદિત 15 ખાતરની થેલી પણ મળી હતી. કુલ કિંમત 36 હજાર 510ની કિંમતની 137 થેલીઓ ઝડપાઈ છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

મિલના ડાયરેકટર સૌરવ ટિબરેવાલની પૂછપરછ કરતાં તેમણે આ યુરિયાના જથ્થાનો ઉપયોગ મિલમાં કોટન કાપડના ડાઈંગ માટે કરવામાં આવતો હોવાનું અને આ જથ્થો મિલના સ્ટાફ વિભાગમાં કામ કરતાં વિરેન્દ્ર કાલકા રાજપૂત દ્વારા મગાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જે બાદ યુરિયાનો જથ્થો ક્યાંથી , કોની પાસેથી લાવવામાં આવ્યો એ વિષે વિરેન્દ્ર કાલકાની પૂછપરછ કરતાં તે કોઈ સંતોષકારક ઉત્તર આપી શક્યો નહી. જેથી કૃષિ વપરાશ માટેના ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરવા બદલ મિલ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કૃષિ વિભાગના અધિકારીએ સમગ્ર મામલે જિલ્લાના કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે મિલ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. કૃષિ અધિકારીઓએ ખેત ઉપયોગ માટે લેવાતા નીમ કોટેડ રાસાયણિક ખાતરનો ઔધોગિક વપરાશ કરવાં બદલ ખાતર નિયંત્રણ હુકમ , આવશ્યક ચીજવસ્તુ ધારા સહિતની કાયદાકીય કલમોનો ભંગ કરવા બદલ મિલ કંપની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી  તેમજ યુરિયા ખાતરનું સેમ્પલ લઈને ચકાસણી અર્થે રાસાયણિક ખાતર લેબોરેટરી, બારડોલી ખાતે મોકલી આપ્યાં હતાં.

આ પણ વાંચો-

ધંધુકા કિશન ભરવાડ હત્યા મામલે માલધારી સમાજનો વિરોધ, સી.આર, પાટિલે કહ્યું, “ગુજરાતની શાંતિ ડોહળવાના કોઈ પણ પ્રયત્નો સાંખી નહીં લેવાય”

આ પણ વાંચો-

Sabarkantha: અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે 1 ફેબ્રુઆરીથી ખુલશે, જાણો કયા નિયમોનું કરવુ પડશે પાલન

Next Article