સુરત પોલીસની સાથે શહેરની સેવાભાવી સંસ્થા સિંધી હેલ્પીંગ હેન્ડએ નવી પહેલ હાધ ધરી છે. જે અંતરગત ગુડ ટચ બેડ ટચ પર ભાર મૂકી આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. રામનગરમાં સિંધી સમાજ ભવન ખાતે સૂરત ડીસીપી પન્ના મોમયા ની ઉપસ્થિતમાં આ અંગે કાર્યકમ યોજાયો.
શાળા-કોલેજો, બસ, ઓફિસ, ઘર અને અન્ય જાહેર સ્થળો પર દીકરીઓ અને મહિલાઓ કયારેક શારીરિક – માનસિક ત્રાસના ભોગ બનતા હોય છે. આવી સ્થિતિમાં તેમને શું કરવું અને કઈ રીતે આ રીતની સતામણીના ભોગ ન બનવું તે અંગે ખ્યાલ આવતો નથી. આવા શારીરિક અને માનસિક ત્રાસ આપનારા નરાધમો સામે કેવી રીતે લડત આપવી તે અંગે પણ જાગૃતતા જરૂરી છે.
આ સમયે કુમળી વયની દીકરીઓ કોઇ પણ શારીરિક અને માનસિક ત્રાસના ભોગ ન બને તેમજ કેમ કરીને પોતાની જાતની સ્વયંમૂ રક્ષા કરી શકે તે ખૂબ જરૂરી છે. તે ઉપરાંત આવા પ્રકારના બનાવનો ભોગ ન બને તે માટે શું તકેદારી રાખવી, આવી ઘટના બને તો કોને જાણ કરવી જેવી બાબતોની સમજ આપવા માટે સમગ્ર સુુરતની યુવતીઓ, મહિલાઓ અનેે બાળકો માટે “ચિલ્ડ્રન સે દોસ્તી” નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સુરતની ચાઈલ્ડ લાઈન ટીમ, સિંધી હેલ્પીંગ હેન્ડ દ્વારા સુરતના રાંદેરના રામનગરમાં સિંધી સમાજ ભવન, અમરાપુર એસી હોલ, સિંધુવાડી બીજે માળેે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકર્મમાં બાળકોને હળવી શૈલીમાં ગુડ ટચ-બેડ ટચના મુદ્દા પર સમજુતિ આપી હતી. જેમાં માતા-પિતા સાથે બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સૂરત મહિલા ડીસીપી પન્ના મોમયા તેમની બાળકી સાથે આ બાળકો માટેના ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે આવા બાળકો માટેના અવરનેસ માટે ના સેમિનાર આજના સમયમાં થવા ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો : Gandhinagar: AAP ના ચૂંટણી એજન્ટ પર હુમલો, ભાજપે હૂમલો કરાવ્યો હોવાનો આક્ષેપ, જાણો ઈસુદાન ગઢવીએ શું કહ્યું