Surat : મંત્રી દર્શના જરદોશની જન આશીર્વાદ યાત્રાનું આજે સુરત શહેરમાં આયોજન

|

Aug 17, 2021 | 8:31 PM

સુરતના સાંસદ દર્શના જરદોશ રેલ રાજ્ય મંત્રી બન્યા પછી હવે પહેલી વાર સુરત આવી રહ્યા છે. ત્યારે જન આશીર્વાદ યાત્રાને લઈને આજે સુરતમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

Surat : મંત્રી દર્શના જરદોશની જન આશીર્વાદ યાત્રાનું આજે સુરત શહેરમાં આયોજન
Surat

Follow us on

રાજ્ય કક્ષાના કેન્દ્રીય ટેક્સ્ટાઇલ અને રેલવે મંત્રી દર્શના જરદોશે(Darshna Jardosh) મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યાના એક મહિના પછી આજે સુરત આવી રહ્યા છે. કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાતના પાંચેય મંત્રીઓ માટે જન આશીર્વાદ યાત્રાનું (Jan Ashirwad Yatra) આયોજન કરવાની તાકીદ પ્રદેશ સ્તરે કરવામાં આવી હતી. જે અનુસાર ગઈકાલથી જ પાંચેય કેન્દ્રીય મંત્રીઓના જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. વિવિધ જિલ્લાઓમાં આ પાંચેય કેન્દ્રીય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા કરશે.

જન આશીર્વાદ યાત્રાના ભાગરૂપે આજે કામરેજ ચાર રસ્તા ખાતેથી કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાંજે 4.30 કલાકથી રાત્રે 8 કલાક સુધી કુલ 13 સ્થળોએ કેન્દ્રીય મંત્રી જરદોશનું વિવિધ સામાજિક અગ્રણીઓ, વ્યાપારીઓ, એનજીઓ દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેર ભાજપ દ્વારા આ જન આશીર્વાદ યાત્રાને સફળ બનાવવા માટે દરેક વિધાનસભા અને યાત્રાના રૂટમાં આવતા સંલગ્ન વોર્ડ સ્તરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 18 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ યાત્રા અન્વયે પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પર આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેશે. 18 ઓગસ્ટના રોજ પણ કેન્દ્રીય મંત્રી જરદોશના કેટલાક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મંત્રી બન્યા બાદ પહેલીવાર દર્શના જરદોશ સુરત આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં ટેક્સ્ટાઇલ અને રેલવેના પડતર પ્રશ્નોને લઈને પણ તેનું નિરાકરણ જલ્દી લાવવાની અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે. જોકે કોંગ્રેસ દ્વારા આ જન આશીર્વાદ યાત્રાનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ જન આશીર્વાદ યાત્રાના નામે પ્રજાના કરોડો રૂપિયા વેડફી રહી છે. તમામ મોરચે નિષ્ફ્ળ ગયેલી ભાજપ સરકારે ગુજરાતની પ્રજાને એકલી અટુલી મૂકી દીધી છે અને હવે જન આશીર્વાદ યાત્રાના તાયફા કરીને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વેડફી પ્રજાને પડ્યા પર પાટુ મારવા જેવો ઘાટ ઉભો કર્યો છે.

આમ, જન આશીર્વાદ યાત્રાના નામે પણ ભાજપ કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપનો સિલસિલો ચાલુ થઇ ગયો છે. પરંતુ એકવાત ચોક્કસ છે કે જોવાનું એ રહે છે કે સુરતના સાંસદ દર્શના જરદોશ હવે સુરતના રેલવે સ્ટેશન અને ટેક્સ્ટાઇલના વર્ષો જુના પ્રશ્નોને હલ કરવા માટે કેટલા ખરા ઉતરે છે.

આ પણ વાંચો : Surat : શહેરમાં મેગા ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવા માટે જગ્યા શોધવાનું કામ શરૂ

Next Article