સુરત : બાયસિકલ શેરિંગ પ્રોજેક્ટને શહેરીજનો તરફથી જોરદાર પ્રતિસાદ, રજિસ્ટ્રેશન 1 લાખને પાર

|

Nov 01, 2021 | 1:44 PM

સેન્ટ્રલ ઝોનના 25 ડૉકીંગ સ્ટેશનમાં 283 સાઇકલ, અઠવા ઝોનના 26 ડૉકીંગ સ્ટેશનમાં 269 સાઇકલ, રાંદેર ઝોનના 13 ડૉકીંગ સ્ટેશનોના 154 સાઇકલો, વરાછા-એ ઝોનના 124, વરાછા-બી ઝોનમાં 4 ડૉકીંગ સ્ટેશનમાં 39 સાઇકલ, ઉધના ઝોનના 11 ડૉકીંગ સ્ટેશનોમાં 102, લીંબાયત ઝોનના 6 ડૉકીંગ સ્ટેશનોમાં 77 સાઇકલ લોકો માટે મૂકવામાં આવી છે.

સુરતીઓએ સાઈકલ શેરિંગ સિસ્ટમમાં મારી છે બાજી. કોર્પોરેશનના બાયસિકલ શેરિંગ પ્રોજેક્ટને શહેરીજનો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. સાઈકલ શેરિંગ માટેનું રજિસ્ટ્રેશન 1 લાખને પાર થતાં મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોનો આભાર માન્યો છે. સુરતમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે. સાઈકલનો જમાનો જાણે પાછો ફર્યો છે. એટલે જ ફક્ત બે વર્ષના સમયગાળામાં એક લાખથી વધુ લોકો આ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ સાથે જોડાયા છે. સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ ઝોનના સેન્ટર અને પોઈન્ટ પર કુલ 1 હજાર 113 જેટલી સાઈકલ લોકોના આરોગ્ય અને ફિટનેશ માટે મૂકવામાં આવી છે. આ સાઇકલનો વપરાશ કરવા માટે અત્યાર સુધી 1.06 લાખ લોકોએ કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને આગામી એક વર્ષમાં હજુ પણ રજિસ્ટ્રેશનનો આંકડો ઊંચો જાય તેવી સંભાવના કોર્પોરેશનના સત્તાધીશોએ વ્યક્ત કરી છે.

સેન્ટ્રલ ઝોનના 25 ડૉકીંગ સ્ટેશનમાં 283 સાઇકલ, અઠવા ઝોનના 26 ડૉકીંગ સ્ટેશનમાં 269 સાઇકલ, રાંદેર ઝોનના 13 ડૉકીંગ સ્ટેશનોના 154 સાઇકલો, વરાછા-એ ઝોનના 124, વરાછા-બી ઝોનમાં 4 ડૉકીંગ સ્ટેશનમાં 39 સાઇકલ, ઉધના ઝોનના 11 ડૉકીંગ સ્ટેશનોમાં 102, લીંબાયત ઝોનના 6 ડૉકીંગ સ્ટેશનોમાં 77 સાઇકલ લોકો માટે મૂકવામાં આવી છે. સાયકલ શેરિંગ પ્રોજેક્ટની ખાસિયતો અંગે વાત કરીએ તો- એક સાઈકલની કિંમત 50 હજાર છે.. જે GPS કનેક્ટેડ છે. તમામ સાઈકલો જર્મનીથી લાવવામાં આવી છે..જીપીએસ સિસ્ટમ સાઈકલમાં ફિટ છે જેથી ચાલક જ્યાં પણ હોય તેની જાણ પાલિકાના કંટ્રોલ રૂમમાં થાય છે. કોઈ સાઇકલ ગમે ત્યાં છોડી દે તો તાત્કાલિક જાણ થઈ જાય છે.. અને ઇજારેદાર તેના સ્ટાફ થકી સાઇકલ મેળવી શકે છે. રજિસ્ટ્રેશન કરાવીને સભ્ય બનવા માટે એક કાર્ડ બનાવી આપવામાં આવે છે. જેના માટે 550 રૂપિયા ચૂકવવા પડે છે.સરકારના અમૃત મિશન પ્રોજેકટ હેઠળ રૂપિયા 8.70 કરોડનો આખો પ્રોજેક્ટ છે.

Next Video