Surat : ભેસ્તાન ચાર રસ્તા સર્કલ પાસે રંગીન ફૂવારો ખંડેર હાલતમાં, લાખોના ખર્ચે બનેલો ફૂવારો માત્ર 72 કલાક જ ચાલ્યો

|

Jan 27, 2022 | 5:01 PM

ભેસ્તાન ચાર રસ્તા મનપાની સંકલિત વોર્ડ ઓફિસ સામે મનપા દ્વારા આ વિસ્તારની શોભા વધારવા રંગીન ફૂવારાનું લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું જે અત્યારે ખંડેર હાલતમાં છે

Surat : ભેસ્તાન ચાર રસ્તા સર્કલ પાસે રંગીન ફૂવારો ખંડેર હાલતમાં, લાખોના ખર્ચે બનેલો ફૂવારો માત્ર 72 કલાક જ ચાલ્યો
Surat: Colorful fountain Bhestan Char Rasta Circle

Follow us on

સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)  દ્વારા ભેસ્તાન ચાર રસ્તા સંકલિત વોર્ડ ઓફિસ સામે નિર્માણ કરવામાં આવેલો રંગીન ફૂવારો (fountain) મનપાની લાપરવાહી અને જાળવણીના અભાવે ઉજ્જડ બની ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે જેના કારણે ભેસ્તાન ચાર રસ્તાની શોભા ઘટી રહી છે. ફુવારો શરૂ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.

ભેસ્તાન ચાર રસ્તા મનપાની સંકલિત વોર્ડ ઓફિસના નાક નીચે મનપા દ્વારા આ વિસ્તારની શોભા વધારવા સુશોભિત રંગીન ફૂવારાનું લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું કહેવાય છે કે આરંભે શૂરાની જેમ આ રંગીન ફૂવારો શરૂ કરવામાં આવ્યો પરંતુ આ ફુવારો સ્થાનિકોના મતે માત્ર 72 કલાકથી વધુ ચાલ્યો નથી અને મનપાના અધિકારીઓની બેદરકારી અને જાળવણીના અભાવે ઉજ્જડ બન્યો છે. એટલું જ નહીં આ રંગીન ફૂવારા માં ભરવામાં આવેલ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થયો છે.

આરોગ્યના અધિકારીઓ પણ સંકલિત વોર્ડ ઓફિસ (Ward office) માં આવતા હોય છે છતાં તેમની પણ નજર પડતી નથી સંબંધિત વિભાગ ની જાળવણી અને લાપરવાહીના અભાવે ખંડેર બનતા સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે પાલિકાના ચૂંટાયેલા નગરસેવકો (Corporators) પૈકી એક પણ નગરસેવક દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોય એવું જાણવા મળતું નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સ્થાનિક લોકોની લાગણીને પાલિકા દ્વારા અભરાઈએ ચઢાવી દેવામાં આવતા આમ આદમી પાર્ટીના સ્થાનિક વિસ્તારના આગેવાન કાર્યકર્તા સહિતના એ મુલાકાત લઈને મનપા તંત્ર અને શાસકો પર આકરા પ્રહાર કર્યા હતાં અને કહ્યું કે આ વિસ્તારનો ચાર રસ્તાની શોભા વધારતો એકમાત્ર રંગીન ફૂવારો કે જે રાત્રી દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પરંતુ આટલો સારો રંગીન ફૂવારો માત્ર 72 કલાકમાં જ બંધ પડી ગયો.

તેમણે વધુમાં કહ્યું કે સરકારના કોઈ મંત્રી આવવાના હોય ત્યારે મુખ્ય માર્ગો ઉપર મૂકવામાં આવેલા આકર્ષણોની મરામત કરી દેવામાં આવે છે અને કલર કામ કરી સબ સલામતનો ડોળ કરવામાં આવે છે પરંતુ શહેરની શોભા વધારતા આવા રંગીન ફૂવારાઓની જાળવણી કેમ નથી કરવામાં આવતી.

આ પણ વાંચોઃ Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર

આ પણ વાંચોઃ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ પર કોગ્રેસ પ્રભારીનું મોટું નિવદેન, પાટિદાર સમાજના મોટા આગેવાન, અમારી સાથે આવશે તો ખુશી થશે

Next Article