Surat: દિવાળીની રજાઓમાં લોકો બહાર ફરવા જતા શહેરમાં તમામ ગ્રુપના રક્તની અછત સર્જાઈ

|

Nov 15, 2021 | 8:02 PM

શહેરમાં પોસ્ટર દ્વારા અને જનજાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવીને લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. દર વર્ષે દિવાળી વેકેશનમાં આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.

Surat: દિવાળીની રજાઓમાં લોકો બહાર ફરવા જતા શહેરમાં તમામ ગ્રુપના રક્તની અછત સર્જાઈ

Follow us on

દિવાળી વેકેશનમાં (Diwali Vacation) મોટાભાગના લોકો બહારગામ ફરવા કે વતન ગયા હોવાથી રક્તદાનને (blood donation) પણ અસર થઈ છે. રક્તદાનને સૌથી મહાન દાન માનવામાં આવે છે. સુરત શહેરના લોકો રક્તદાનમાં પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. પરંતુ હાલમાં દિવાળીની રજાઓ ચાલી રહી છે. જેના કારણે બહુ ઓછા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે તમામ ગ્રુપના લોહીની અછત સર્જાઈ છે.

 

તેવામાં રક્તદાતાઓને રક્તદાન કરીને રક્તની આ અછત દૂર કરવા અપીલ કરવામાં આવી છે. રક્તદાન કરવાથી કોઈ જરૂરિયાતમંદનો જીવ બચી શકે છે તેવો મેસેજ પણ મહત્તમ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. શહેરમાં તમામ ગ્રૂપના લોહીની અછતના કારણે લોકોમાં થેલેસેમિયા, બ્લડ કેન્સર, સિકલ સેલ એનિમિયા તેમજ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

દર દસ-પંદર દિવસે લોહી ચડાવવાના કારણે આ દર્દીઓને લોહીની અછત થતાં ઘણી તકલીફ પડી રહી છે. સુરત બ્લડ ડોનેશન સેન્ટર એન્ડ રિસર્ચ સેન્ટરના નિતેશ મહેતા અને લોક સમર્પણ બેંકના ડો.સુભાષ ખૈનીએ કહ્યું હતું કે દર વર્ષે દિવાળી વેકેશનમાં લોકો શહેરની બહાર પોતાના વતન કે ફરવા માટે જાય છે, જેના કારણે શહેરમાં રક્તદાન કેમ્પનું આયોજન થતું નથી અથવા બહુ ઓછું થાય છે.

 

શહેરમાં 1લીથી 15મી નવેમ્બર દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નહીં થવાના કારણે લોહીની અછત સર્જાઈ છે. જેમાં પણ ખાસ કરીને એ-પોઝિટિવ અને એ-બી પોઝિટિવ બ્લડ શોધવાનું મુશ્કેલ બની ગયું છે. ન્યુ સિવિલ બ્લડ બેંકના ડો.મયુર જરાગ અને સ્મીમેર હોસ્પિટલના ડો.અંકિતા શાહે જણાવ્યું હતું કે આવા સમયે લોકોએ દર્દીઓના જીવ બચાવવા માટે સેવાલક્ષી સંસ્થાઓ, વર્તુળો અને સેવાભાવી વ્યક્તિઓએ રક્તદાન માટે આગળ આવવું ખુબ જરૂરી છે.

 

શહેરમાં પોસ્ટર દ્વારા અને જનજાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવીને લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. દર વર્ષે દિવાળી વેકેશનમા આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે પણ આ વર્ષે કોરોનાના કારણે પણ લોકોમાં રક્તદાન માટે પીછેહઠ જોવા મળી હતી. જેથી બ્લડ બેંકો દ્વારા શહેરની જનતાને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

 

 

આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 30 કલાકનો યોગા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

 

આ પણ વાંચો : સુરત : દેવઉઠી અગિયારસની ઉત્સાહભેર ઉજવણી, કંતારેશ્વર મહાદેવ મંદિર પરિસરને ઘીના દિવાઓથી શણગારાયું

Next Article