Surat : SMC ના ડેપ્યુટી કમિશ્નરને છરો બતાવીને, ગેરકાયદે બાંધકામ તોડવા આપી ધાક ઘમકી

|

Aug 13, 2021 | 4:10 PM

Surat : સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત મુલાકાતીના સ્વાંગમાં આવેલા બે શખ્સોએ ફાઈલમાં ચાકુ લઈને અધિકારીની કેબીનમાં ઘસીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ કેસમાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Surat : SMC ના ડેપ્યુટી કમિશ્નરને છરો બતાવીને, ગેરકાયદે બાંધકામ તોડવા આપી ધાક ઘમકી
Surat: Arrest of an accused carrying a knife in the cabin of a municipal official

Follow us on

સુરત મહાનગરપાલિકાના(Surat Municipal Corporation ) ઇતિહાસમાં પહેલી વખત ડેપ્યુટી કમિશનરની કેબિનમાં ઘાતકી છરા સાથે પહોંચેલા બે ઇસમોની હરકતને પગલે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ગાયત્રી જરીવાળા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.આ ઘટનાની ગંભીરતાને પગલે એક્શનમાં  આવેલી પોલીસે તાત્કાલિક બંને આરોપીઓ પૈકી એકની ધરપકડ કરી હતી જ્યારે બીજાને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે

ગઈકાલે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી માં ઇન્ચાર્જ પીઆઇસ ડેપ્યુટી કમિશનર ગાયત્રી જરીવાળાની ચેમ્બરમાં આમિર અને ઝહિર સોપારી વાળા ડિમોલિશન માટે રજૂઆત કરવા આવ્યા હતા. જ્યાં તેઓએ ફાઈલમાં મુકેલ ધારદાર છરા ને  અધિકારીના ટેબલ પર મૂકીનેડેપ્યુટી ઈજનેર આર.સી.પટેલ અને કાર્યપાલક ઈજનેર બી.આર.ભટ્ટને જાનથી મારી નાખવાની ધમકી આપતા વાતાવરણ તંગ બની ગયું હતું.

રામપુરા ના છડાઓલ મહોલ્લામાં જૂની અદાવતમાં શોએબ નામના ઇસમ સામે પોતાના ઘરે ચોથા માળ પર કેબિન બનાવી હતી.જેના કારણે તેનો વિરોધ કરવા પહોંચેલા આ બન્ને આરોપીઓએ જો આ કેબીનનું ડિમોલિશન ન કરવામાં આવે તો બે અધિકારીઓને મારવાની ધમકી આપી હતી. આ સમગ્ર આજે સવારે સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ ગાયત્રી જરીવાલાએ આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ આપી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ગઈકાલે જયારે આ ઘટના બની ત્યારે સિક્યોરિટી પહોંચે તે પહેલા જ બંને આરોપીઓ ભાગી ગયા હતા. જોકે પાલિકાના ઇતિહાસમાં આ પહેલી વખત હશે જયારે કોઈ મુલાકાતીના સ્વાંગમાં આવીને ફાઈલમાં આ પ્રકારે છરો લઈને અધિકારીની કેબીન સુધી પહોંચી જઈને તેમને ધાક ધમકી આપી હોય. ગાયત્રી જરીવાલાએ ઘટના બન્યા બાદ તુરંત જ તેની જાણ મનપા કમિશનર બંછાનીધી પાનીને પણ કરી હતી.

જયારે આજે સવારે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બે આરોપીઓ પૈકી એકની ધરપકડ કરી લેવામાં આવી હતી. જયારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ પાલિકા કચેરીમાં હવે સિક્યોરિટી ચુસ્ત બનાવવાની સાથે ચેકીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :

SURAT : ડુમ્મસના વિક્ટોરિયા ફાર્મમા કરંટ લાગતા બે યુવાનોના મોત

Surat : આજે વર્લ્ડ ઓર્ગન ડે : આખા ગુજરાતમાં અંગદાન કરવામાં પણ સુરત નંબર 1

Published On - 4:02 pm, Fri, 13 August 21

Next Article