સુરત (Surat)ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ (Rape) બાદ હત્યાના (Murder)કેસમાં સુરત કોર્ટે (Surat court) મુખ્ય આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. તો સહ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સુરત કોર્ટે ચકચારી માતા-બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસના આરોપી હર્ષ સહાય ગુર્જર અને તેને મદદગારી કરનારા હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા હતા.
માતા અને બાળકી રેપ વિથ હત્યા કેસમાં મુખ્ય આરોપીને ફાંસી અને મદદગાર આરોપીને આજીવન કેદની સજા પાંડેસરામાં ચકચારીત માતા બાળકી પર રેપ બાદ હત્યા મામલે સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં મુખ્ય આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર ને ફાંસી સજા ફરમાવવામાં આવી છે ત્યારે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જર આજીવન કેદની સજા ની ફરમાન સુરત કોર્ટ કર્યો છે.બે દિવસ પહેલા સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર ને દોષિત ઠેરવ્યો.આરોપી ને કેટલી સજા કરવામાં આવે તે બાબતે બંને પક્ષોની રજૂઆત નામદાર કોર્ટ સાંભળી હતી આરોપી એ બાળકી માતા ની હત્યા બાદ બાળકી સાથે 10 દિવસ સુધી દુષ્કર્મ કર્યું હતું બાદ માં હત્યા કરી હતી.આરોપીને ફાંસી સજા થયા તેવી માંગ સરકારી વકીલે કરી હતી.
સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આ આ કેસમાં કુલ 43 સાક્ષીઓને તપાસીને તેની જુબાની લેવામાં આવી હતી અને 120 જેટલા દસ્તાવેજો કોર્ટ સમક્ષ ૨જૂ કરવામાં આવ્યા હતા . દરમિયાન એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ પોક્સો એ. એચ. ધામાણી સમક્ષ ટ્રાયલ ચાલી હતી. જેમાં આરોપીએ ગુનો કર્યો હોવાનું પુરવાર થયું હતું..આજે સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે…
આ કેસની વિગતો પ્રમાણે એપ્રિલ 2018 માં બાળકી અને માતાની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હતી. આ ઘટનાના 4 દિવસ બાદ પુત્રીની લાશ મળી આવી હતી. બંને માતા પુત્રીની ત્યારે ઓળખ થઈ શકી નહોતી તેથી બંને વચ્ચે વચ્ચે કનેક્શન હોવાની પોલીસને પુરેપુરી શંકા હતી. બંનેની ઓળખ માટે પાંડેસરા પોલીસે સમગ્ર દેશમાં 6500 પોસ્ટર લગાવ્યા હતાં. જોકે, 56 સેકન્ડના સીસીટીવી ફુટેજને આધારે સમગ્ર કેસ ડિટેકટ થયો હતો અને આરોપી પકડાયો હતો. આ કેસમાં પોલીસે 43 સાક્ષીઓ, 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
આ ચકચારી કેસની વિગત મુજબ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા હર્ષસહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને સુરત લાવ્યો હતો.આ માતા – પુત્રીને પહેલાં પરવટ પાટિયાના અનુપમ હાઇસ્ટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં કામરેજ નજીક માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર -17 ના એક ખાલી ફલેટમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી.
મહિલા અને હર્ષસહાય વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા જેથી હર્ષસહાય મહિલાની તેની પુત્રીની નજર સામે જ હત્યા કરી નાખી હતી .બાદમાં મહિલાની પુત્રીને તેના ઘરે લઇ ગયો હતો અને તેની પર અવારનવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું.માતા પુત્રીની મૃતદેહ અલગ અલગ વિસ્તારોમાંથી ઝાડીમાંથી મળી આવ્યો હતો. બાળકી અને માતાની ઓળખ ડીએનએ ટેસ્ટથી થઇ હતી. બાળકીના શરીરે 78 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા.
એટલું જ નહીં તેને માર મારી રોજ અત્યાચાર ગુજારવામાં આવતો બાળાનું પણ મૃત્યુ થતાં હર્ષસહાય ગુર્જરે તેના ડ્રાઈવર હરિઓમ ગુર્જરની સહાયથી છોકરીની લાશ ને ભેસ્તાનના ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ફેંકી દીધી હતી.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 1:26 pm, Mon, 7 March 22