Surat : આમ આદમી પાર્ટીમાં વધુ એક વિકેટ પડી, મહિલા કોર્પોરેટર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

|

Feb 14, 2022 | 8:37 AM

આ પહેલા આપના 27માંથી પાંચ કોર્પોરેટરો પાર્ટી છોડીને ભાજપનો ખેસ ધારણ કરી ચુક્યા છે અને હવે વધુ એક મહિલા કોર્પોરેટરને બરતરફ કરાતા હવે આપના કોર્પોરેટરોની સંખ્યા 27માંથી ઘટીને 21 થઈ ગઈ છે.

Surat : આમ આદમી પાર્ટીમાં વધુ એક વિકેટ પડી, મહિલા કોર્પોરેટર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
Surat AAP corporator Suspended

Follow us on

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં બાર સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. સુરત (Surat )આપ પાર્ટીની મુસીબત ઓછી થવાનું નામ જ નથી. હજી થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ ઝાડુ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ત્યાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ આપના વધુ એક મહિલા કોર્પોરેટર (Women corporator)ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયાને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હોવાનો પત્ર બહાર પાડવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે વોર્ડના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે તેમનું વર્તન ઉદ્ધતાઈભર્યું રહ્યું છે. પાર્ટી તરફથી આપવામાં આવતી સૂચનાને બદલે તેઓ પાર્ટી વિરુદ્ધ જ કામ કરતા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

તેઓ કાર્યકર સાથેની નોર્મલ વાતચીતને પણ રેકોર્ડિંગ કરીને સંગઠનમાં મતભેદ ઉભા કરવાનું કામ કરતા હતા, અને પાર્ટીની છબી ખરડાય તેવી પ્રવૃત્તિ કરતા હોય અંતિમ ઉપાય તરીકે તેમને પક્ષમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પહેલા આપના 27માંથી પાંચ કોર્પોરેટરો પાર્ટી છોડીને ભાજપનો ખેસ ધારણ કરી ચુક્યા છે અને હવે વધુ એક મહિલા કોર્પોરેટરને બરતરફ કરાતા હવે આપના કોર્પોરેટરોની સંખ્યા 27માંથી ઘટીને 21 થઈ ગઈ છે. હજી પણ ચર્ચા જોરજોરમાં ચાલી રહી છે કે આગામી દિવસોમાં પક્ષના બીજા કોર્પોરેટરો પણ પાર્ટીને બાય બાય કહી શકે છે.

નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીને ભલે હજી વાર હોય પણ હાલ જોડતોડની રાજનીતિ ચરમસીમાએ છે. કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષમાં બેસનાર આપમાં ભંગાણનો સિલસિલો યથાવત રહ્યો છે. અને હવે આપ પાર્ટીને પોતાની ડૂબતી નૈયા બચાવવામાં મુશ્કેલી પડી રહી છે. જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં આપ પાર્ટી હવે પોતાનું સંગઠન બચાવવા શું રણનીતિ હાથ ધરે છે.

આ પણ વાંચો-

IPL 2022 Auction માં ભાવનગરનો ચેતન સાકરીયા 4.20 કરોડમાં વેચાયો, પરિવારજનોમાં ખુશાલીનો માહોલ

આ પણ વાંચો-

અમેરિકામાં પૂર્વ CM વિજય રૂપાણીની સટાસટી કહ્યું, CM હતો અને CM છું

 

Next Article