Surat : VNSGU ના 76.35 ટકા ડિગ્રી ધારકો “કંઈ નથી કરતા”, ગયા વર્ષ કરતા 9.5 ટકાનો વધારો

|

Aug 23, 2021 | 1:23 PM

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં અસંખ્ય ડિગ્રી ધારકો એવા છે, જે બેરોજગાર છે. ડિગ્રી હોવા છતાં કંઈ ન કરવાની તેમની ટકાવારી સૌથી વધારે છે.

Surat : VNSGU ના 76.35 ટકા ડિગ્રી ધારકો કંઈ નથી કરતા, ગયા વર્ષ કરતા 9.5 ટકાનો વધારો
Surat - VNSGU

Follow us on

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાંથી સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ., પીએચડો અને ડિપ્લોમા અભ્યાસક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા છે, તેવા વિદ્યાર્થીઓને આગામી ખાસ પદવીદાન સમારોહમાં ડિગ્રી એનાયત કરવામાં આવશે. ડિગ્રી પ્રમાણપત્ર મેળવવા માટે 4622 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જોકે ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે તેમાંથી 3529 ડિગ્રી ધારકો કંઈ જ કરતા નથી.

યુનિવર્સીટી દ્વારા આગામી તારીખ 24 ઓગસ્ટના રોજ ખાસ પદવીદાન સમારંભ યોજાશે. જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા હાજર રહેવાના છે. સફળતાપૂર્વક અભ્યાસક્રમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ ડિગ્રી પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ ભર્યા છે. 4622 વિદ્યાર્થીઓએ ડિગ્રી પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ ભર્યા છે.

ગત વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું જે તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શું કરે છે ? તેવી માહિતી પણ મેળવવામાં આવી હતી. જેમાં તેઓ નોકરી કરે છે ? ફેમિલી બિઝનેસ કરે છે ? ઉચ્ચ અભ્યાસ કરે છે ? સ્વરોજગાર છે ? કે કંઈ નથી કરતા ? તે માહિતી મેળવવામાં આવી હતી.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

જેમાંથી 3529 ડિગ્રી ધારકો કંઈ નથી કરતા, તેની ટકાવારી 76.35 ટકા છે. 223 ડિગ્રી ધારકો જે નોકરી કરે છે, તેની ટકાવારી 4.82 ટકા છે. 40 ડિગ્રી ધારકો જે ફેમિલી બિઝનેસ કરે છે, તેની ટકાવારી 0.87 ટકા છે. 777 ડિગ્રી ધારકો જે ઉચ્ચ અભ્યાસ કરે છે તેની ટકાવારી 16.81 ટકા છે અને 53 ડિગ્રી ધારકો જે સ્વરોજગાર પર છે તેમની ટકાવારી 1.15 ટકા છે.

ગત વર્ષની તુલનમાં કંઈ નથી કરતા તેવા ડિગ્રી ધારકોમાં 9.5 ટકાનો વધારો થયો છે. જયારે ઉચ્ચ અભ્યાસમાં 10.12 ટકાનો ઘટાડો થયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા 26 મી ફેબ્રુઆરી, 2021 ના રોજ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી ત્યારે કુલ 36,798 નોંધાયેલા પદવી ધારકોમાંથી 66.85 ટકા ડિગ્રી ધારકો કંઈ કરતા ન હતા. જેમાં આ વખતે 9.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગયા વર્ષે 9912 વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ કરતા હતા. જેમની ટકાવારી 26.93 ટકા હતી. જેમાં આ વખતે 10.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આગામી તારીખ 24 ઓગસ્ટના રોજ ખાસ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા હાજર રહેવાના છે. યુનિવર્સીટીએ સૂચના આપી છે કે સમારંભમાં મોબાઈલ બંધ રાખવો પડશે. હોલમાં મીડિયાકર્મી સિવાય કોઈ પણ વ્યક્તિ બેગ, કેમેરા વગેરે લઇ જઈ શકશે નહીં.

 

આ પણ વાંચો :

Surat : રેલવે ટ્રેકની નજીક રહેતા 9 હજાર પરિવારોને રેલવેનું અલ્ટીમેટમ, જગ્યા ખાલી કરવા આપી નોટિસ

Surat : એસવીએનઆઈટી કોલેજને કારણે સર્જાઈ રહી છે ટ્રાફિક સમસ્યા, કોલેજના ગેટને શિફ્ટ કરવાના સંકેત

Next Article