Surat: અટલ સંવેદના સેન્ટરમાં પારિવારિક માહોલમાં 40 દિવસમાં કોરોનાના 400 દર્દીઓ સાજા થયા

|

May 19, 2021 | 4:11 PM

સુરતના અટલ સંવેદના આઇસોલેશન સેન્ટરમાં કોરોનાના દર્દીઓને સારવારની સાથે પારિવારિક માહોલ પણ પૂરો પાડવામાં આવે છે. જેનાથી દર્દીઓ તણાવમુક્ત રહી શકે.

Surat:  અટલ સંવેદના સેન્ટરમાં પારિવારિક માહોલમાં 40 દિવસમાં કોરોનાના 400 દર્દીઓ સાજા થયા
સુરત

Follow us on

Surat: સુરતના અટલ સંવેદના આઇસોલેશન સેન્ટરમાં કોરોનાના દર્દીઓને સારવારની સાથે પારિવારિક માહોલ પણ પૂરો પાડવામાં આવે છે. જેનાથી દર્દીઓ તણાવમુક્ત રહી શકે. અને જલ્દી રિકવર થઈ શકે. સેન્ટરની ટીમની મહેનતને કારણે 40 દિવસમાં 400 દર્દીઓ સાજા થયા છે. 8 એપ્રિલે ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા 107 બેડનું આ આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું.

આ સેન્ટરની કોઓર્ડીનેટર અને કોર્પોરેટર કૈલાશ સોલંકીએ જણાવ્યું હતું કે એપ્રિલની શરૂઆતમાં જ્યારે શહેરના હોસ્પિટલમાં કોરોના ગંભીર દર્દીઓ માટે બેડની સમસ્યા હતી ત્યારે આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે બેડ પર ઓક્સિજનની સુવિધાવાળા સેન્ટર પર 80 ટકા ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓને અહીંના ડોક્ટર સ્ટાફ અને મજૂર મિત્ર મંડળના સભ્યોની મદદથી સાજા કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધી સેન્ટરમાં 150 દર્દીઓ આવ્યા હતા તેમાંથી લગભગ 100 કરતાં વધારે ગંભીર દર્દીઓને સ્મીમેર અને સિવિલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે 400 દર્દીઓ અત્યાર સુધી સારા થઈ ચૂક્યા છે. હાલમાં 55 દર્દીઓની સારવાર ચાલી રહી છે. ધારાસભ્ય હર્ષ અંગે જણાવ્યું છે કે અટલ સવેરા સર્વિસ કેર સેન્ટરમાં દર્દીઓને બધી જ રીતે સાજા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે ફક્ત તેમનો પ્રયાસ નહીં પરંતુ પૂરી ટીમ તેમાં સામેલ હોય છે અને આ સંવેદના શબ્દને સાર્થક કરવાનો પણ એક પ્રયાસ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કૈલાસ સોલંકી જણાવે છે કે આ સેન્ટર પર એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી દવાઓના ઉપયોગથી સારવાર કરવામાં આવે છે. સાથે જ સુરતના જાણીતા મનોચિકિત્સક મુકુલ ચોકસી મોટીવેશન અને અન્ય સંસ્થાઓ આવીને દર્દીઓને મનોરંજન પણ પૂરું પાડે છે, જેથી ગંભીર દર્દીઓ પણ જલ્દી રિકવર થઇ જાય છે.

અત્યાર સુધી જેટલા પણ દર્દી આવ્યા મોટાભાગના બધા જ સાજા થઈ ગયા છે. સેન્ટર પર મેયર, મહાનગરપાલિકાના કમિશનર, હેલ્થ કમિશનર સહિત તમામ અધિકારીઓએ મુલાકાત લઈને દર્દીઓનું મનોબળ વધાર્યું છે.

કોરોનાની સારવાર માટે ઉપયોગી રેમડેસીવર ઇન્જેકશનની સેન્ટર પર સંકટના સમયે ક્યારેય મુશ્કેલી નથી આવી. કલેકટરે સેન્ટરની જરૂરિયાત અને ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે સેન્ટર પર 18 ડોકટર, 16 સિસ્ટર, 22 વોર્ડ બોય અને આયા સહિત 56 વ્યક્તિનો સ્ટાફ અને મજૂર મિત્ર મંડળના 22 સભ્યોની ટીમ સેવાઓ આપે છે.

કૈલાસ સોલંકીએ જણાવ્યું છે કે 2019માં સમગ્ર ગુજરાતના બેસ્ટ અને રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને આપ્યો છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ ગુજરાતમાં અને સેવાઓની પ્રશંસા કરી હતી અને જે વિડીયો કાર્યક્રમમાં પણ બતાવ્યો હતો તે આ સેન્ટરનો જ હતો. તેમની દિકરી ડોક્ટર ગ્રીષ્મા સોલંકી પણ આ સેન્ટરમાં સેવા આપે છે.

Next Article