નારાયણ સાંઇને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો આંચકો, બે સપ્તાહનો ફર્લો આપવાનો ગુજરાત હાઈકોર્ટનો આદેશ રદ કર્યો

|

Oct 20, 2021 | 11:53 AM

આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને બે સપ્તાહનો ફર્લો આપવાનો ગુજરાત હાઈકોર્ટનો આદેશ રદ કર્યો છે.

આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને બે સપ્તાહનો ફર્લો આપવાનો ગુજરાત હાઈકોર્ટનો આદેશ રદ કર્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની ખંડપીઠે ગુજરાત સરકારની અરજી પર નારાયણ સાંઈને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ફર્લો રદ કર્યો હતો. 24 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટની સિંગલ બેન્ચે નારાયણ સાંઇને ફરલો મંજૂર કર્યો હતો. અગાઉ ડિસેમ્બર 2020 માં, હાઈકોર્ટે સાઈની માતાને તેમની નાદુરસ્ત તબિયતને કારણે ફર્લો આપ્યો હતો. સુરતની કોર્ટે 26 એપ્રિલ 2019 ના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 377 (અકુદરતી ગુનો), 323 (હુમલો), 506-2 (ફોજદારી ધમકી) અને 120-બી (ષડયંત્ર) હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અને આજીવન કેદની સજા ફટકારી હતી.

નોંધનીય છેકે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે સાંઈને જેલની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી તેને ‘ફર્લો’ ન આપવો જોઈએ. સાઈએ આ કારણોસર ‘ફર્લો’ માંગી છે કે તેણે તેના પિતા આસારામની સંભાળ રાખવી પડશે, જે અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત હતા.

સુરતના જહાંગીરપુરા આસારામ આશ્રમમાં ડિસેમ્બર 2001 દરમિયાન સત્સંગ કાર્યક્રમમાં આવેલી સાધિકા યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનાને ફરિયાદ ડિસેમ્બર 2013માં સુરતના જહાંગીર પુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

 

આ પણ વાંચો : Gold Price Today : શું તમે જાણો છો અમદાવાદ અને દુબઇ વચ્ચે એક તોલા સોનાના ભાવમાં કેટલો તફાવત છે? જાણો સોનાના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : T20 World Cup 2021: ઓમાનના ઝડપી બોલરે ઝડપ્યો અદ્ભૂત કેચ, બાંગ્લાદેશ સામેની મેચમાં ઝડપેલો કેચ વાયરલ થવા લાગ્યો, જુઓ

Published On - 11:40 am, Wed, 20 October 21

Next Video