Breaking News : ગુજરાતમાં ઘટ્યો ખાંડનો ભાવ! હોલસેલ બજારમાં ભાવ ₹70થી ઘટીને ₹55-60 થયા

ખાંડના ભાવમાં થયેલા અચાનક વધારા બાદ હવે હોલસેલ બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં પ્રતિ કિલો ₹10થી ₹15 સુધીનો ઘટાડો થતાં વેપારીઓ અને ગ્રાહકોને થોડી રાહત મળી છે

Breaking News : ગુજરાતમાં ઘટ્યો ખાંડનો ભાવ! હોલસેલ બજારમાં ભાવ ₹70થી ઘટીને ₹55-60 થયા
sugar price today
| Updated on: Aug 25, 2026 | 9:32 AM

મોંઘવારીથી પરેશાન લોકો માટે ખાંડના ભાવને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં હોલસેલ બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો ₹10થી ₹15 સુધીનો ઘટાડો નોંધાયો છે. અગાઉ જે ખાંડનો ભાવ પ્રતિ કિલો આશરે ₹45 હતો, તે અચાનક વધીને ₹70 સુધી પહોંચી ગયો હતો. જોકે, હવે ભાવ ઘટીને ફરી ₹55થી ₹60ની આસપાસ આવી ગયા છે.

બે દિવસમાં ખાંડના ભાવમાં મોટો ઘટાડો

ખાંડના ભાવમાં થયેલા અચાનક વધારા બાદ હવે હોલસેલ બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં પ્રતિ કિલો ₹10થી ₹15 સુધીનો ઘટાડો થતાં વેપારીઓ અને ગ્રાહકોને થોડી રાહત મળી છે. નિષ્ણાતોના મતે, કેન્દ્ર સરકારે 10 લાખ ટન ખાંડની આયાતની જાહેરાત કર્યા બાદ બજારમાં પુરવઠો વધવાની અપેક્ષાએ ભાવમાં ઘટાડો થયો છે.

છૂટક બજારમાં પણ ભાવ ઘટવાની શક્યતા

હાલમાં આ ઘટાડો મુખ્યત્વે હોલસેલ બજારમાં જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હોલસેલ ભાવમાં થયેલા ઘટાડાની અસર છૂટક બજારમાં પણ જોવા મળી શકે છે. જો ઘટાડો યથાવત રહેશે તો ગ્રાહકોને પણ ખાંડ સસ્તા ભાવે મળવાની શક્યતા છે.

ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવે છે ખાંડ

ગુજરાતમાં ખાંડની સ્થાનિક માગને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી પણ મોટા પ્રમાણમાં ખાંડનો જથ્થો આવે છે. સરકારની આયાતની જાહેરાત અને બજારમાં પુરવઠાની સ્થિતિને કારણે આગામી દિવસોમાં ખાંડના ભાવ કઈ દિશામાં જાય છે તેના પર વેપારીઓ અને ગ્રાહકોની નજર રહેશે.

તહેવાર સમયે ભાવ ઘટતા ગ્રાહકોને મળશે રાહત

આ ઘટાડાની અસર ચા, કોફી અને મીઠાઈ સહિત ખાંડનો ઉપયોગ કરતી અનેક વસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે. જો હોલસેલ બજારમાં ભાવ નીચા સ્તરે ટકશે તો આગામી દિવસોમાં વેપારીઓ દ્વારા છૂટક ભાવમાં પણ ઘટાડો કરવામાં આવી શકે છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને મોંઘવારી વચ્ચે થોડી રાહત મળી શકે છે.

હવે ખાંડ સસ્તી થતાં આગામી દિવસોમાં ચા અને કોફીના ભાવમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. જોકે, છૂટક બજારમાં આ ઘટાડો કેટલા સમયમાં અને કેટલો જોવા મળે છે તેના પર ગ્રાહકોની નજર રહેશે.

Gold-Silver Rate Today : સોનામાં ફરી આગ ઝરતી તેજી! હાલ ખરીદવાનો વિચાર માંડી વાળજો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.