આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો

|

Mar 06, 2022 | 8:36 AM

PSIની પ્રિલિમનરીની પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ના થાય તે માટે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષ સહિતની દુકાનો બંધ રાખવા સૂચના આપી છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો
Symbolic Image

Follow us on

આજે PSIની ભરતીની (PSI Exam) પ્રિલિમનરી લેખિત પરીક્ષા (Preliminary Written examination) છે. રાજ્યના કુલ 312 પરીક્ષા કેન્દ્ર પર 96 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપી શકે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો (Examination Centers) પર પોલીસનો કડક બંદોબસ્ત તો રહેશે જ સાથે દરેક પરીક્ષા ખંડમાં જામરની વ્યવસ્થા કરાઈ છે.

પરીક્ષા દરમિયાન બે કલાક સુધી ઈન્ટરનેટ તથા મોબાઈલ કનેક્ટિવિટી બંધ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારની એજન્સી આ સિસ્ટમ પર સતત વોચ કરશે. જ્યારે પેપર લઈ જતા તમામ વાહનોમાં GPS અને કેન્દ્રો પર cctv કેમેરાથી નજર રખાશે તો PSIની પ્રિલિમનરીની પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ના થાય તે માટે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષ સહિતની દુકાનો બંધ રાખવા સૂચના આપી છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દરેક કેન્દ્રો પર SOPનું પાલન ફરજીયાત

આ અંગે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડના પ્રમુખ વિકાસ સહાય દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન વિકાસ સહાયે જણાવ્યું કે શિક્ષકોને પરીક્ષા દરમિયાન કેવી બાબતો પર ધ્યાન આપવું તે માટે એક 75 પાનાની ખાસ SOP બહાર પડાઈ છે. જેમાં વર્ગખંડ નિરીક્ષકની, બોર્ડની, કેન્દ્ર સંચાલકની શું જવાબદારી છે તથા, દરેક કેન્દ્ર પર પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે મહિલા પોલીસની પણ વ્યવસ્થા કરાઈ છે. આ તમામ વ્યવસ્થાની સૂચના SOPમાં કરાઈ છે અને તેની કોપી દરેક કેન્દ્રો પર મોકલી આપવામાં આવી છે.

પરીક્ષા દરમિયાન મોબાઈલ પર પ્રતિબંધ મુકાયો 

પરીક્ષા દરમિયાન દરેક નિયમોનું પાલન થાય તે માટે અમદાવાદમાં ખાસ વ્યવસ્થા થઈ છે. પોલીસ કમિશ્નરે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષ સહિતની દુકાનો બંધ કરવા સૂચના આપી છે. તે ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં કોઈ મોબાઈલ અથવા તો ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પણ પ્રતિબંધ છે.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી

PSIમાં 1,382 પદ માટે આ ભરતી બહાર પડાઈ છે, જેમાં બિનહથિયારી PSIની 202 જગ્યા છે. બિનહથિયારી PSI (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી PSI (પુરુષ)ની 72 જગ્યા, ઈન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1,382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

આ પણ વાંચો- Ahmedabad: હોળી-ધૂળેટીના તહેવારને લઈ ખાણીપીણીના એકમો પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો- Dwarka : ઓખા ખાતે સાગર પરિક્રમા-2022 કાર્યક્રમ યોજાયો, 22 લાભાર્થીઓને 20 લાખની સહાય વિતરણ

Next Article