Canada-US Border પર કલોલના ડિંગુચા ગામના એક પરિવારના ચાર જણનું કથિત રીતે મૃત્યુ થઈ ગયું હોવાના સમાચાર શનિવારે બહાર આવ્યા હતા. મેનીટોબા(Manitoba) રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના (RSMP) જણાવ્યા અનુસાર એક પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા હતા. બરફમાંથી આ ચારના મૃતદેહ બહાર કઢાયા અને મૃત્યુ પામેલાઓમાં એક નવજાત બાળક પણ સામેલ હતું. આ પરિવાર ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામનો પટેલ પરિવાર (Patel family) હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હજુ સુધી કોઈના નામ સત્તાવાર રીતે જાહેર કરાયા નથી. પણ ડિગુચા ગામના ચાર લોરો કેનેડા ગયા હોવાનું ત્યાં તે થોડા દિવસથી ગુમ થઈ ગયા હોવાનું સ્વીકાર્યું છે.
આ સમગ્ર કેસમાં ફ્લોરિડાનો Steve Shand નામનો વ્યક્તિ આજે યુએસ કોર્ટમાં હાજર થવાનો છે, તેના પર કેનેડા-યુએસ સરહદ પર એક માનવ-તસ્કરી રેકેટ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં એક શિશુ સહિત ચાર લોકોના જીવ ગયા છે. સ્ટીવ 47 વર્ષનો યુએસના ફ્લોરિડાનો રહેવાસી છે જે આ કેસમાં અટકાયત અરજીની પ્રાથમિક સુનાવણી માટે કોર્ટ સમક્ષ હાજર થશે.
ગેરકાયદે પગપાળા કરીને કેનેડાથી અમેરિકામાં ઘૂસનાર સમૂહથી આ પરિવાર વિખૂટો પડી ગયો હતો. યુ.એસ. બોર્ડર પેટ્રોલ એજન્ટોએ બોર્ડરની અમેરિકન સાઈડ પર એક પેસેન્જર વાન રોકી જેની અંદરથી બે અન્ય બિનદસ્તાવેજીકૃત ભારતીય નાગરિકો મળી આવ્યા હતા. આ બાદ તરત જ એજન્ટોને 4 મૃતદેહ મળ્યા જે ગુજરાતી પરિવાર હોવાની આશંકા છે.
બોર્ડર પર તૈનાત એજન્ટ્સને બીજા પાંચ માઈગ્રન્ટ્સ મળી આવ્યા જેમને જણાવ્યું કે -34 ડિગ્રી સેલ્સિયસની ભારે ઠંડી અને હિમવર્ષા વચ્ચે 11 કલાકથી ચાલી રહ્યા હતા. કોર્ટના દસ્તાવેજો અનુસાર શેન્ડ “કેનેડામાં માનવ વસ્તી અથવા તો કેનેડાની અંદર ઘૂસવાના એન્ટ્રી પોઈન્ટથી દૂર એક ગ્રામીણ વિસ્તારના કાચા રસ્તા પર ડ્રાઇવિંગ કરતા જોવા મળ્યો હતો.
RSMPના એજન્ટ્સે જણાવ્યું કે આવી ઘટના પહેલીવાર નથી બની. તેમને ડિસેમ્બર અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ આ બોર્ડર પર માણસોના ફૂટ-પ્રિન્ટ્સ મળ્યા હતા અને મેનીટોબા સ્થિત બોર્ડર પોઈન્ટ પર તેમને ભારતીય રેટ ટેગ સાથેનું એક બેગપેક પણ મળી આવ્યું.
2018ની ફ્લોરિડાની એક કોર્ટ ફાઇલ અનુસાર શેન્ડ, મૂળ જમૈકાના નાગરિક છે, તેણે ત્રણ વર્ષ કરતાં વધુ સમય પહેલાં નાદારી માટે અરજી કરી હતી. પોતાને ઉબેર ડ્રાઇવર તરીકે વર્ણવતા, તે સમયે શેન્ડની સંપત્તિમાં બે વાહનોનો સમાવેશ થતો હતો અને તે જ્યાં રહે છે તે મધ્ય ફ્લોરિડામાં 1.61 લાખ ડોલરના ઘરનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો: