AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'નિરામય ગુજરાત'થી નિરોગી ગુજરાત! રાજ્ય સરકાર લોન્ચ કરવા જઈ રહી છે આ જોરદાર યોજના, જાણો તેના લાભ

‘નિરામય ગુજરાત’થી નિરોગી ગુજરાત! રાજ્ય સરકાર લોન્ચ કરવા જઈ રહી છે આ જોરદાર યોજના, જાણો તેના લાભ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 10:37 AM
Share

Gujarat: નિરોગી ગુજરાત બનાવવા માટે રાજ્ય સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 'નિરામય ગુજરાત' યોજના લોન્ચ કરવા જઈ રહી છે. ચાલો જાણીએ.

Gujarat: રાજ્યમાં ડાયાબિટીસ, કેન્સર સહિતના 5 રોગોનું નિઃશુલ્ક ચેકઅપ થશે. જી હા આ માટે સરકાર નવી યોજના લોન્ચ કરવા જઈ રહી છે. “નિરામય ગુજરાત” યોજના (Niramay Gujarat Yojana) ટૂંક સમયમાં સરકાર લોન્ચ કરશે. આ યોજના અંતર્ગત 30 વર્ષથી વધુ ઉંમરના લોકોનુ દર શુક્રવારે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કરાશે. જેમાં મોટા તમામ રોગોનું PHC અને CHC સેન્ટર ખાતે નિ:શુલ્ક નિદાન થશે.

લોકોના સ્વાસ્થ્યને લઇને રાજ્ય સરકારની આ યોજના આજે 12 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ત્યારે CM ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પાલનપુર ખાતેથી આ યોજનાને આજે લોન્ચ કરશે. જે કાર્યક્રમમાં સરકારના અન્ય મંત્રીઓ અલગ અલગ સ્થળેથી હાજરી આપી યોજનાને ખુલ્લી મુકશે. આ યોજનામાં ડાયાબિટીસ, કેન્સર સહિતના 5 રોગોનું નિઃશુલ્ક ચેકઅપ થશે.

બીપી, હાર્ટએટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યારે આવા રોગો સામે કાળજી લેવા 30 વર્ષથી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે મમતા દિવસે તમામ પીએચસી, સીએચસી અને સરકારી હોસ્પિટલોમાં સ્ક્રીનિંગ કરાશે.

આ ઉપરાંત તેમને તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું નિરામય કાર્ડ પણ અપાશે. આવા રોગોના સ્ક્રીનિંગથી લઈ સારવાર સુધીની સુવિધા અપાશે, જેથી નાગરિકોનો અંદાજે 12 થી 15 હજારનો ખર્ચ બચશે.

આમાં દર્દીઓને હેલ્થ આઈડીની નોંધણી કરાશે. જેના કારણે સારવાર સમય કોઈપણ તબીબને માહિતી મળી શકશે. કાર્ડ ઈસ્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કિઓસ્ક મૂકાશે. વર્ષમાં બે વાર દરેક ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ ‘નિરામય’ કેમ્પનું આયોજન કરાશે.

દર્દીની તપાસ બાદ જો જરૂર જણાશે તો વધુ તપાસ માટે તજજ્ઞ તબીબ પાસે રિફર કરી શકાશે. દરેક દર્દીની સારવાર બાદ દર છ મહિને એક વાર તેનો ફોલોઅપ લેવાશે. રાજ્યની 600 થી વધુ ખાનગી અને 1600 થી વધુ સરકારી હોસ્પિટલોમાં દર્દીના વિનામૂલ્યે સારવાર શક્ય બનશે.

 

આ પણ વાંચો: Rajkot: ડ્રોના નામે કૌભાંડ, આવાસ યોજનાના ડ્રોમાં એક વિંગમાં એક જ જ્ઞાતિના લોકોને ફ્લેટ અપાયા

આ પણ વાંચો: Ahmedabad: AMC નો કડક નિર્ણય, કોરોના વેક્સિનનો બીજો ડોઝ ન લેનારને આ જગ્યાઓ પર નહીં મળે પ્રવેશ!

g clip-path="url(#clip0_868_265)">