AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત, કોરોનાની ત્રીજી લહેરને લઈને કહી આ વાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 2:39 PM
Share

આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે અમદાવદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે જણાવ્યું કે ત્રીજી લહેર આવે તો હોસ્પિટલ તંત્ર સજ્જ છે.

આરોગ્ય મંત્રી (State health minister) રૂષિકેશ પટેલે અમદાવદ સિવિલ હોસ્પિટલની (Civil Hospital) મુલાકાત લીધી. રવિવાર હોવા છતાં નવનિયુક્ત મંત્રી એક્શનમાં જોવા મળી રહ્યા છે. આ વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) સિવિલની મુલાકાતે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે ત્રીજી લહેર આવે તો હોસ્પિટલ તંત્ર સજ્જ છે. નવનિયુક્ત મંત્રીએ જણાવ્યું કે ત્રીજી લહેરનો સામનો કરવા માટે વધારાના સ્ટાફની નિમણુંક પણ કરવામાં આવી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી અત્યાર સુધી સિવિલ હોસ્પિટલે ખૂબ પ્રગતિ કરી છે. સમયે અને વખતો વખત દર્દીઓને અગવડતા ન પડે, સ્ટાફ ને અગવડતા ન પડે તે બાબતે ના નિર્ણયો ભૂતકાળમાં લેવાયા છે.

ઋષિકેશ પટેલે હવે આવનારા પડકારો માટે તૈયાર રહેવું પડશે. ખાસ કરીને ત્રીજી લહેર માટે. તેમણે જણાવ્યું કે બીજી લહેરમાં 14 હજાર કેસ હતા પિક પર હતા. હવે ત્રીજી લહેરમાં 2 ગણા કે અઢી ગણા કેસ આવે તો કેવી રીતે પહોંચી વળવું તે પરિસ્થિતિમાં આજે છીએ. આ માટે આરોગ્યની આખી ટિમ ત્રીજી લહેર માટે સજ્જ છે. સિવિલ હોસ્પિટલમાં આવવાનું ગૌરવ મળ્યું હોવાનું મંત્રીએ નિવેદન આપ્યું.

ઋષિકેશ પટેલે સિવિલને લઈને કહ્યું કે ગુજરાતની આસપાસના રાજ્યોના દર્દીઓ પણ અહીંયા સારવાર માટે આવે છે. ગુજરાત માટે આ ગૌરવની વાત છે. તેમજ રાજ્યમાં Phc , chc સેન્ટર પર જ્યાં જરૂરિયાત જણાશે ત્યાં બદલાવ કરવામાં આવશે. આગળ તેમણે એમ પણ કહ્યું કે 1-2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં નોકરી માટે ડોકટરોને એપ્લિકેશન કરવી પડશે તેવો સમય પણ આવશે. ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે એક લાખ દર્દીઓ આવે તો પણ પહોંચી વળીએ અને તેમને દવા મળી રહે તે માટેનું આયોજન છે. આ સાથે એવરેજ 75 હજાર RTPCR આપણે કરી રહ્યા છીએ. ICMR ની ગાઈડલાઈન કરતા 7 ગણું ટેસ્ટિંગ ગુજરાતમાં થાય છે.

આ સાથે તેમણે મા વાત્સલ્ય કાર્ડની પણ વાત કરી. કહ્યું કે મા વાત્સલ્ય કાર્ડની શરૂઆત ગુજરાતથી થઈ હતી. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને ખૂબ ફાયદો થયો છે. આ ઉપરાંત Pmay માં કાર્ડ નું મેગા દ્રાઈવ યોજાશે. 3-4 મહિનામાં પ્રત્યેક કુટુંબ સુધી આ કાર્ડ પહોંચી જાય તેવા આયોજનની વાત મંત્રીએ કરી છે. તેમણે કહ્યું કે 80 લાખ કાર્ડ આપવાના છે. જેમાં 630 ખાનગી અને તમામ સરકારી હોસ્પિટલમાં સારવાર મળી રહેશે. જેની આવક મર્યાદા 4 લાખ, 6 લાખ અને પત્રકારો માટે કોઈ આવક મર્યાદા નથી.

 

 

આ પણ વાંચો: નવા CM ની દિલ્હી યાત્રા: આવતીકાલે CM ભુપેન્દ્ર પટેલ PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: આનંદો : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ડેમ 60 ટકા ભરાયો

g clip-path="url(#clip0_868_265)">