Breaking News : જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે રાજ્ય સરકારે કરી ઉચ્ચ સ્તરીય કમિટીની રચના, પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ATS કરશે તપાસ

|

Jan 29, 2023 | 1:49 PM

Paper Leak : હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે.. હૈદરાબાદથી પેપર વડોદરા લવાયા બાદ ત્યાંથી લોકો રૂપિયા આપીને પેપર લઈ ગયા હોવાની માહિતી મળી છે.

Breaking News : જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે રાજ્ય સરકારે કરી ઉચ્ચ સ્તરીય કમિટીની રચના, પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ATS કરશે તપાસ

Follow us on

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. હવે આ કેસમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ATS સાથે મળીને તપાસ કરશે. જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કેસ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદથી પેપર વડોદરા લવાયા બાદ ત્યાંથી લોકો રૂપિયા આપીને પેપર લઈ ગયા હોવાની માહિતી મળી છે. ATSની એક ટીમ તપાસ માટે હૈદરાબાદ રવાના થઈ છે.

ATSએ કોચિંગ ક્લાસના સંચાલકની અટકાયત કરી

જુનિયર ક્લાર્કનું પેપર વડોદરામાં રૂપિયાથી વેચાઈ રહ્યું હતું તેવો દાવો કરાયો છે. જે અંગે ગુજરાત ATSને 15 દિવસ પહેલા જાણ આ અંગેની જાણ થઈ હતી. ગુજરાત ATSની ટીમ શંકાસ્પદ લોકોને ઇન્ટરસેપ્ટ કરી રહી હતી. ATSને માહિતી મળી હતી કે વડોદરાના પ્રમુખ કૉમ્પલેક્સમાં આવેલા સ્ટેક વાઈસ ટેક્નોલોજી નામના કોચિંગ ક્લાસમાંથી પેપર વાયરલ થયું હતું. ATSએ કોચિંગ ક્લાસના સંચાલકની અટકાયત કરી છે. જ્યારે ગુજરાતના 4 અને અન્ય રાજ્યના 11 શખ્સો મળીને કુલ 15 લોકોની અટકાયત ધરપકડ કરી છે.

લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યુ

તો બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારોના સપના રોળાયા છે. મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ હવે આગામી સમયમાં બીજી તારીખ જાહેર કરશે. આ અંગે પંચાયત સેવા પસંદગી બોર્ડે પોતાનો લૂલો બચાવ કર્યો છે અને દોષનો ટોપલો ખાનગી એજન્સી પર ઢોળી દીધો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ દાવો કર્યો કે- ગુજરાત બહારથી પેપર લીક થયું હતું..આખી ટોળકી ગુજરાત બહારની છે. ત્યાંની ટોળકીઓ પર સરકારે નજર રાખેલી જ હતી. આ ટોળકી સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે ખાનગી એજન્સી જ પેપર અંગેની બધી જાણકારી હોય છે.. પેપર ક્યાં પ્રિન્ટ થાય છે અને કેવી રીતે પ્રિન્ટ થાય છે તેની સરકાર કે મંડળને કોઈ ખબર નથી હોતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

મહત્વનું છે કે સવારે 11થી 12 કલાક દરમિયાન પરીક્ષા યોજાવાની હતી. 9.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ તેમની આશાઓ પર નિરાશાનું મોજું ફરી વળ્યું છે. 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રો પર તૈયારીનો ખર્ચ માથે પડ્યો છે.. 7 હજાર 500 પોલીસકર્મી સહિત 70 હજારથી વધુનો સ્ટાફ છતા પેપર ફૂટતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે.

Published On - 10:55 am, Sun, 29 January 23

Next Article