Breaking News : ગુજરાતમાં આજે મઘ્યરાત્રીથી એસટી બસના ભાડામાં 3 ટકાનો વધારો, 9 કિલોમીટર સુધી કોઈ વધારો નહીં

ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરી રહેલા હજ્જારો મુસાફરોના માથે ગુજરાત સરકાર હસ્તકના રાજ્ય માર્ગ પરિવન નિગમે, ભાડા વધારો લાદયો છે. એસટી બસના મુસાફરી ભાડમાં 31-12-205ની મધ્યરાત્રી એટલે કે 01-01-2026થી ભાડમાં 3 ટકાનો વધારો અમલી બનશે.

Breaking News : ગુજરાતમાં આજે મઘ્યરાત્રીથી એસટી બસના ભાડામાં 3 ટકાનો વધારો, 9 કિલોમીટર સુધી કોઈ વધારો નહીં
| Updated on: Dec 31, 2025 | 7:12 PM

એસટીના ટુંકા નામે ઓળખાતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે, પહેલી જાન્યુઆરી 2026થી મુસાફરી ભાડમાં વધારો કરવાનુ નક્કી કર્યું છે. આ મુસાફી ભાડુ 3 ટકા સુધી વધશે. જો કે, એસટી નિગમે એવો ખુલાસો કર્યો છે કે, નવ કિલોમીટર સુધીના અંતરના ભાડમાં કોઈ વધારો લાગુ નહીં થાય. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે અવો પણ દાવો કર્યો છે કે, આ મુસાફરી ભાડામાં 3 ટકાનો વધારો કરવા છતા, અન્ય રાજ્યોના માર્ગ પરિવહન વિભાગની સરખામણીએ ગુજરાતના એસટી બસના ભાડા ઓછા છે.

ગુજરાત સરકાર હસ્તકના જાહેર નિગમે, એસટી બસના હજ્જારો મુસાફરોના માથે 3 ટકાનો ભાડા વધારો ઝીક્યો છે. આ ભાડા વધારો આજે 31-12-2025ની રાત્રે એટલે કે, 01-01-2026થી અમલમાં આવશે. જો કે ગુજરાત સરકાર હસ્તકના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે, ST એ જણાવ્યું છે કે, નવ કિલોમીટર સુધીના અંતરની મુસાફરી કરનારાઓને આ ભાડા વધારો લાગુ નહીં થાય. જો કે એસ ટી બસમાં ઓછામાં ઓછા 10 કિલોમીટરથી લઈને 60 કિલોમીટરનું અંતરે મુસાફરી કરનારા મુસાફરના માથે એક રૂપિયાનો ભાડા વધારો લદાશે. એસટી નિગમે એવો પણ બચાવ કર્યો છે કે, એસટી બસના કુલ મુસાફરો પૈકી 85 % મુસાફરો લોકલ બસ સર્વિસનો લાભ 10 લાખ જેટલા મુસાફરો 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે. તેથી તેમના પર આ વધારો માત્ર એક રૂપિયાનો જ રહેશે.

આ ભાડા વધારાની જાહેરાતની સાથે સાથે સરકાર હસ્તકના નિગમ દ્વારા એવો પણ બચાવ કરવામાં આવ્યો છે કે, આ ભાડા વધારા બાદ પણ, અન્ય રાજ્યની એસટી બસના ભાડાની સરખામણીએ ગુજરાત એસ.ટી.નું લોકલ તથા એક્સપ્રેસ બસ ભાડુ ઓછું રહેવા પામે છે. જેમ કે, લોકલ સર્વિસમાં પ્રતિ કી.મી. ગુજરાત- 0.91, મહારાષ્ટ્ર- 1.68, ઉત્તરપ્રદેશ- 1.30, મધ્યપ્રદેશ- 1.25, આંધ્ર પ્રદેશ- 1.02 અને રાજસ્થાન- 1.00 રહે છે. જયારે એક્સપ્રેસ સર્વિસમાં પ્રતિ કી.મી ગુજરાત- 0.97, મહારાષ્ટ્ર- 1.68, ઉત્તરપ્રદેશ-1.64, મધ્યપ્રદેશ-1.38, આન્ધ્રપ્રદેશ-1.25 અને રાજસ્થાન-1.10 રહે છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે એવી પણ જાહેરાત કરી છે કે, નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે વર્ષ 2025-26ના બજેટમાંથી આગામી વર્ષમાં 2060 નવી બસો પ્રજાની સેવામાં મુકવાનું આયોજન છે. જયારે ટૂંક સમયમાં 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પરની નિમણુક થનાર છે.

આ પણ વાંચોઃ  ગુજરાતમાં નવી 9 જિલ્લા સહકારી બેંક ખોલવા માટે ગુજરાત સરકારે આપી સૈધ્ધાંતિક મંજૂરી

Published On - 6:35 pm, Wed, 31 December 25