લો બોલો ! ભરૂચમાંથી એક બે નહીં પણ પુરા 14 મુન્નાભાઈઓની ફૌજ ઝડપાઈ, કોલેજ નથી જોઈ એવા બોગસિયા ડોક્ટરો કરતા હતા કોરોનાનો ઈલાજ

|

Jun 01, 2021 | 6:11 PM

ભરૂચ જિલ્લામાં તબીબી ઇલાજના નામે દર્દીઓ ઉપર અખતરાં કરતા ૧૪ ઝોલાછાપ તબીબોને એકજ દિવસમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

લો બોલો ! ભરૂચમાંથી એક બે નહીં પણ પુરા 14 મુન્નાભાઈઓની ફૌજ ઝડપાઈ, કોલેજ નથી જોઈ એવા બોગસિયા ડોક્ટરો કરતા હતા કોરોનાનો ઈલાજ
ભરૂચ પોલીસે 14 ઝોલાછાપ તબીબોને ઝડપી પાડયા છે.

Follow us on

ભરૂચ જિલ્લામાં તબીબી ઇલાજના નામે દર્દીઓ ઉપર અખતરાં કરતા ૧૪ ઝોલાછાપ તબીબોને એકજ દિવસમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. કોલેજનું પગથિયું પણ ન ચડેલા આ શકશોએ પોતાને ડોક્ટર તરીકે ઓળખાવી દર્દીઓને ન માત્ર  લાલ પીળી ગોળીઓ આપી પણ તેમણે ઇન્જેક્શન અને બોટલ ચઢાવી અખતરાં કર્યા હતા.

SP આર વી ચુડાસમાએ જિલ્લામાં ડ્રાઈવની સૂચના આપી
ભરૂચના એસપી આર વી ચુડાસમાને માહિતી મળી હતી કે ઔદ્યોગિક વસાહતોની આસપાસ મોટાપાયે બોગસ તબીબોની હાટડીઓ ધમધમી રહી છે. મામલાની ગંભીરતાના પગલે પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ મંડોરાની આગેવાનીમાં એસઓજી , દહેજ અને અંકલેશ્વર પોલીસે એક સાથે એકજ સમયે ડ્રાઈવ શરૂ કરી હતી જેના પગલે પોલીસને ૧૪ જેટલા બોગસ તબીબો ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

 

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

 

 બોગસ તબીબો પશ્ચિમબંગાળના નદીયાં જિલ્લાના વતની
સમગ્ર જિલ્લામાં બોગસ તબીબોને ઝડપી પાડવાની હાથ ધરાયેલી ડ્રાઈવમાં એક ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જિલ્લામાં અલગ – અલગ અધિકારીઓની ટીમોએ અલગ – અલગ વિસ્તારોમાં દરોડા પડ્યા હતા . ઝડપાયેલ બોગસ તબીબોની વિગતો મેળવવામાં આવતા તમામ પશ્ચિમ બંગાળના નદીયાં વતની હોવાનું બહાર આવ્યું હતું.

નદીયાંમાં બોગસ તબીબની ફેક્ટરી ?
ઝડપાયેલ તમામ બોગસ તબીબ પશ્ચિમ બંગાળના નદીયાં જિલ્લાના વાતની છે. આશ્ચર્યની વાતતો એ છે કે ૧૪ પૈકી ૧૩ SSC અથવા HSC સુધી અભ્યાસ કર્યો છે જયારે એક B.Com છે જે જોતા એકપણ વ્યક્તિના તબીબી ક્ષેત્ર સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ રહ્યા નથી. અનુમાન છે કે પશ્ચિમ બંગાળના નદીયાંમાં બોગસ તબીબ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમને અભ્યાસના આધારે નહિ પરંતુ અનુભવના આધારે તબીબની ઓળખ ઉભી કરી ગુજરાત મોકલી અપાય છે.

કોરોનાકાળમાં દર્દીઓની મજબુરીનો ભરપૂર લાભ લેવાયો
કોરોનકાળમાં સામાન્ય લક્ષણ બાબતે પણ દર્દીઓ કોરોના તપાસ માટે તબીબ પાસે પહોંચી જતો હોય છે. આ ભેજાબાજોએ કપરા સમયમાં લોકોની મજબુરીનો લાભ ઉઠાવી તબીબી પ્રેક્ટિસ અને મોંઘી દવાઓના નામે પૈસા કમાવાનો વેપલો શરૂ કરી દીધો હતો.

 

Published On - 5:32 pm, Tue, 1 June 21

Next Article