Gujarat માં કોરોનાના કેસમાં નજીવો વધારો, છેલ્લા 24 કલાકમાં 25 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે અને 25 નવા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. જ્યારે રાહતની વાત એ છે કે કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 207 પર પહોંચી છે.

Gujarat માં કોરોનાના કેસમાં નજીવો વધારો, છેલ્લા 24 કલાકમાં 25 કેસ નોંધાયા
Slight increase in corona cases in Gujarat 25 cases reported in last 24 hours
| Edited By: | Updated on: Aug 08, 2021 | 9:31 PM

ગુજરાત(Gujarat) માં કોરોના(Corona) નું સંકટ ટળ્યું નથી. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે અને 25 નવા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. જ્યારે રાહતની વાત એ છે કે કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 207 પર પહોંચી છે. જેમાં વેન્ટિલેટર પર માત્ર 6 દર્દીઓ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓ સાજા થયા છે. જેની સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ પર પહોંચી છે. રાજયમાં સાજા થવાનો દર 98.75 પર સ્થિર થયો છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 10 હજાર 77 પર સ્થિર થયો છે. જેમાં રાજ્યના કુલ 25 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના શૂન્યમાં કેસ નોંધાયા છે. જયારે સુરતમાં સૌથી વધુ 6 કેસ નોંધાયા હતા. જયારે અમદાવાદમાં 4, વડોદરા અને રાજકોટમાં 3-3 કેસ નોંધાયા.જ્યારે અમરેલી અને ખેડામાં પણ નવા 3-3 કેસ સામે આવ્યા.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3.85 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.રાજ્યમાં સૌથી વધુ રસીકરણ સુરતમાં 45 હજાર 872 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે અમદાવાદમાં માત્ર 36 હજાર 638 લોકોને જ રસી મળી.વડોદરામાં 16 હજાર 588 અને રાજકોટમાં 16 હજાર 864 લોકોનું રસીકરણ કરાયું.આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 65 લાખ લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.

 

જ્યારે  ગુજરાતને અડીને આવેલા દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે, તેમજ એક દર્દી કોરોનાથી રિકવર થયો છે. જેની સાથે કોરોનાના કુલ કેસ 10,625 થયા છે. જ્યારે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 10,613 થઈ છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં અત્યાર સુધીમાં ચાર મૃત્યુ થયા છે અને સક્રિય કેસની સંખ્યા આઠ છે.

આ પણ વાંચો :  જાણો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ Neeraj Chopraનો હવે પછીનો ટારગેટ શું છે ?

આ  પણ વાંચો :  માતા સીતાના રોલમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, શું Dipika Chikhlia ની જેમ છવાઈ જશે લોકોના દિલમાં?

Published On - 9:24 pm, Sun, 8 August 21