અમદાવાદના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શરૂ કરાશે સિગ્નલ સ્કૂલો, જાણો શું છે નવી યોજના

|

Jan 08, 2022 | 2:18 PM

ટ્રાફિક સિગ્નલો પર ભિક્ષા માગતા બાળકોને ભણાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડના વર્ષ 2022-23 બજેટમાં સિગ્નલ સ્કૂલો શરૂ કરવાની દરખાસ્ત કરાઈ છે.

અમદાવાદના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શરૂ કરાશે સિગ્નલ સ્કૂલો, જાણો શું છે નવી યોજના
AMTSની બસોને સ્કૂલોમાં તબદીલ કરાશે (ફાઈલ ફોટો)

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે (Ahmedabad Municipal School Board) ‘ભિક્ષા નહીં શિક્ષા’ (Bhiksha nahi Shiksha) ના સૂત્ર તરફ કામ કરવા માટે, ‘સિગ્નલ સ્કૂલ’ (signal schools) ની જાહેરાત કરી છે, જે સમગ્ર શહેરમાં ટ્રાફિક સિગ્નલો (Traffic signals) પરના બાળકો માટે સરકારી બસોને મોબાઈલ સ્કૂલ (Mobile schools) માં રૂપાંતરિત કરવાનો પ્રોજેક્ટ છે. આ દરખાસ્ત, નાણાકીય વર્ષ 2022-23 માટે અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડના અંદાજિત રૂ. 887 કરોડના ડ્રાફ્ટ બજેટ (draft budget) નો એક ભાગ છે.

અમદાવાદ મહાનગરપાલિકાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરે જણાવ્યું કે આ અઠવાડિયે શહેરભરના ટ્રાફિક સિગ્નલો પર પૂર્ણ થયેલ સર્વેક્ષણમાં 6-14 વર્ષની વય જૂથના લગભગ 25 ટ્રાફિક સિગ્નલો પર આવા 150 જેટલાં બાળકો જોવા મળ્યાં છે. પકવાન અને પોલિટેકનિક જેવા કેટલાક સર્કલમાં, એવા બાળકોની મોટી સંખ્યા છે, જેઓ ભીખ માંગે છે, જ્યારે અન્ય ટ્રાફિક સિગ્નલ પર સંખ્યા 2થી 3ની વચ્ચે હોય છે.

આ યોજના અંતર્ગત દરેક સિગ્નલ સ્કૂલ હેઠળ 15-20 બાળકોને આવરી લેવાની દરખાસ્ત કરાઈ છે. આ માટે એએમટીએસની બસને સ્કૂલમાં તબદીલ ખરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની આવી એક બસમાં લગભગ 15-20 બાળકો અને 2 શિક્ષકો હશે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

સ્કૂલ બોર્ડ દ્વારા વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે કારણ કે આ શાળાઓ જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં શરૂ થવાની સંભાવના છે. પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ સમસ્યા ન હોવી જોઈએ કારણ કે યોજનાને મોટા ભંડોળની જરૂર નથી.

શાળાઓના નવીનીકરણની સાથે મોડેલ સ્કૂલ, હાઈટેક સ્કૂલ અને સિગ્નલ સ્કૂલની સંયુક્ત સ્કીમ હેઠળ અંદાજિત રૂ. 35 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બાળકોને શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ તબીબી તપાસ સહિત મ્યુનિસિપલ સ્કૂલોમાં આપવામાં આવતી અન્ય સુવિધાઓ સાથે મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે અને એક વર્ષ પછી નજીકની શાળામાં મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે.

જોકે, લાભાર્થીઓ અને તેમના માતા-પિતાને સમજાવવા એ એક મુદ્દો છે. સ્કૂલ બોર્ડ કહે છે કે કાઉન્સેલિંગ દ્વારા તેમને સમજાવવાની કોશિશ કરવામાં આવશે. અધિકારીએ એમ પણ જણાવ્યું કે અમે વાલીઓને સલાહ આપીશું અને તેમના બાળકોને સિગ્નલ સ્કૂલોમાં મોકલવા માટે તેમને સમજાવવાનો પ્રયાસ કરીશું. જો જરૂરી હોય તો, અમે કાઉન્સેલર્સની પણ મદદ લઈશું.

દરમિયાન જનતાની માગને આધારે ડ્રાફ્ટ બજેટમાં વિરાટનગર, જોધપુર, થલતેજ, ચાંદખેડા, રાણીપ, નારણપુરા, ઈન્દ્રપુરી, હંસપુરા, બોડકદેવ, નવા નરોડા, નારોલ, હાથીજણ, ભાઈપુરા, વસ્ત્રાલ, વાસણા, મણિનગર નવા વાડજ અને ગોમતીપુર સહિત સમગ્ર શહેરમાં 19 નવી મ્યુનિસિપલ શાળાઓની દરખાસ્ત કરવામાં આવી છે.

ઉપરાંત, નવા વણઝર, દેવનગર, મણિનગર, સરખેજ, અસારવા, જોધપુર અને મોટેરામાં સાત નવી અંગ્રેજી માધ્યમની શાળાઓની જાહેરાત કરવામાં આવી છે જે 2022-23માં ખોલવામાં આવશે.

વધુમાં, આ વર્ષે શરૂ કરાયેલ મણિનગર મોડલ સ્કૂલની તર્જ પર, ડ્રાફ્ટ બજેટમાં નવા નરોડા, થલતેજ, શીલજ, સરસપુર, મેમનગર અને એલિસબ્રિજના વિસ્તારોમાં છ મોડલ સ્કૂલની દરખાસ્ત કરવામાં આવી છે. હાલમાં, બોર્ડ લગભગ 1.59 લાખ બાળકો અને 3,999 શિક્ષકો સાથે છ માધ્યમોમાં 443 મ્યુનિસિપલ શાળાઓ ચલાવે છે.

આ પણ વાંચોઃ RAJKOT : ખોડલધામ પાટોત્સવની રૂપરેખામાં મોટો ફેરફાર, કોરોના ગાઇડલાઇન અનુસાર કાર્યક્રમનું આયોજન

આ પણ વાંચોઃ Ahmedabad: હોટેલ ઈન્ડસ્ટ્રીને થશે કરોડોનું નુકસાન, વાયબ્રન્ટ સમિટ રદ થતાં કરોડોના બૂકિંગ કેન્સલ થયા

Published On - 12:50 pm, Sat, 8 January 22

Next Article