ખેડાના નડિયાદમાં હત્યાના ગુનામાં સેશન્સ કોર્ટે 59 આરોપીને સજા ફટકારી

|

Nov 02, 2021 | 5:24 PM

ખેડાના નડિયાદમાં બિલોદરા ગામે વર્ષ 2016માં બે કોમો વચ્ચે થયેલી મારા મારીના કેસના થયેલ હત્યાના કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે 59 આરોપીઓને સજા ફટકારી છે

ખેડાના નડિયાદમાં હત્યાના ગુનામાં સેશન્સ કોર્ટે 59 આરોપીને સજા ફટકારી  છે. જેમાં ખેડાના નડિયાદમાં બિલોદરા ગામે વર્ષ 2016માં બે કોમો વચ્ચે થયેલી મારા મારીના કેસના થયેલ હત્યાના કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે 59 આરોપીઓને સજા ફટકારી છે. જેમાં જેમાંથી 44 આરોપીઓને 10 વર્ષની તો 15 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં પૂર્વ કાઉન્સિલર ભાનુભાઈ ભરવાડના પુત્ર નવઘણ ભરવાડને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આ મારામારી દરમિયાન કેસરબેન વિનુભાઈ ડાભીને માથામાં પાઈપ મારતા મોત થયુ હતુ, જેમાં બંને કોમો વચ્ચે જમીન બાબતે અને ચૂંટણી બાબતે તકરાર થઈ હતી. તેમજ એક સાથે કુલ 59 આરોપીઓને સજા ફટકારવામાં આવતા બિલોદરા ગામમાં સન્નાટો છવાયો છે.

આ પણ વાંચો : અમદાવાદ : વિકાસથી ઘટ્યું બે શહેર વચ્ચેનું અંતર, એસજી હાઈવે પર કુલ 14 બ્રિજનું નિર્માણ

આ પણ વાંચો : ધનતેરસના શુભ દિનથી ‘હર ઘર દસ્તક’ અભિયાન શરુ, ઘરે-ઘરે રસીકરણ થશે

Published On - 4:24 pm, Tue, 2 November 21

Next Video