ધોરણ 9 થી 12 માં હવે પ્રવેશ ન આપવાનો સરકારનો પરીપત્ર, રાજ્ય બહારના બાળકનું ભણતર બગડવાની ભીતિ
કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા રાજ્ય બહારથી લોકો પરત ફરી રહ્યા છે. અને તેની સાથે તેમના બાળકો પણ આવી રહ્યા છે. પરંતુ સરકારના પરીપત્ર મુજબ આ બાળકોને 9 થી 12 માં પ્રવેશ નહિં મળે.
રાજ્યમાં ધોરણ 9 થી 12 માં વિદ્યાર્થીઓને હવે પ્રવેશ ન આપવો તેવા સરકારના પરીપત્રએ વિવાદ સર્જયો છે. કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા રાજ્ય બહારથી લોકો પરત ફરી રહ્યા છે. અને તેની સાથે તેમના બાળકો પણ આવી રહ્યા છે. પરંતુ સરકારના પરીપત્ર મુજબ આ બાળકોને 9 થી 12 માં પ્રવેશ નહિં મળે. અને પ્રવેશ ન મળતા ભણતર બગડવાની ભીતિ સર્જાઈ છે. જેને લઈ શાળાના સંચાલક મંડળે નારાજગી વ્યક્ત કરી છે. અને સરકારને ખાસ કિસ્સામાં પ્રવેશ આપવા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે માગ કરી છે.
જણાવી દઈએ કે આજુબાજુના રાજ્યોથી આવતા શ્રમિકો તેમના બાળકોને બોલાવી રહ્યા છે. ત્યારે પ્રવેશ ન મળતા તેઓના બાળકોનું ભવિષ્ય જોખમમાં મૂકાય એમ છે.
આ પણ વાંચો: 51 વર્ષથી આ NRI ફેમિલી દિવાળી ઉજવવા આવે છે વડોદરા, તેમણે કહ્યું ‘તહેવારનો આનંદ ભારત જેવો ક્યાં નહીં’
Latest Videos