Monsoon 2022: ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો, ગુહાઈ, મેશ્વો અને હાથમતી જળાશયમાં પુષ્કળ આવક, વિજયનગરમાં 6 ઇંચ વરસાદ

|

Aug 13, 2022 | 10:52 AM

ધરોઈ (Dahroi) માં મોડી રાત્રી બાદ નવી આવકમાં વધારો નોંધાયો છે. આવી જ રીતે ગુહાઈ, મેશ્વો, માઝમ અને હાથમતી જળાશયોની પાણીની આવકમાં વધારો નોંધાયો છે.

Monsoon 2022: ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો, ગુહાઈ, મેશ્વો અને હાથમતી જળાશયમાં પુષ્કળ આવક, વિજયનગરમાં 6 ઇંચ વરસાદ
Dharoi માં નોંધપાત્ર આવક

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉપરાંત અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પણ સારો વરસાદ વરસ્યો છે. ઉપરવાસ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ સ્થાનિક નદીઓ અને જળાશયોમાં સારી આવકો નોંધાઈ છે. ઉત્તર ગુજરાત (North Gujarat) ની જીવાદોરી ધરોઈ (Dharoi) જળાશયમાં પણ નવી આવકો નોંધાઈ છે. વિજયનગરમાં 6 ઈંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ખાબક્યો છે. જોકે મહત્તમ વરસાદ મોડી સાંજ બાદ વિસ્તારમાં નોંધાયો હતો.

ધરોઈમા મધરાત બાદ આવક સતત વધી

ધરોઈ જળાશયમાં 27500 ક્યુસેકની પાણીની આવક નોંધાઈ છે. જે ગઈ કાલે 3400 ક્યુસેક હતી, જે મધ્યરાત્રી બાદસતત વધતી રહી હતી. વધતી જતી આવક આજે શનિવારે સવારે 27 હજાર 500 ક્યુસેકે પહોંચી હતી. જે સતત સવારે 10 કલાક સુધી જળવાઈ રહી હતી. વહેલી પરોઢે પાંચ વાગ્યે ધરોઈમાં 14 હજાર અને સવારે 7 વાગ્યાના અરસા દરમિયાન 17 હજાર ક્યુસેક આવક નોંઘાવા લાગી હતી. આમ વધતી આવકને લઈ લગભગ દોઢેક ફુટ જેટલી સપાટીનો વધારો એક રાત્રી દરમિયાન નોંધાયો હતો. આમ જળાશયમાં જથ્થો 54 ટકા જેટલો થવા પામ્યો છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

ગુહાઈ અને હાથમતીમાં પણ સપાટી વધી

આવી જ રીતે મધ્યરાત્રી બાદ હાથમતી, મેશ્વો અને ગુહાઈ સહીતના જળાશયોમાં પણ આવકમાં વધારો નોંધાયો હતો. ગુહાઈ જળાશયમાં આવકની સપાટી મધ્યરાત્રી દરમિયાન 5 હજાર ક્યુસેક પર પહોંચી હતી. જે વહેલી સવારે 8 વાગ્યા સુધી 3 હજાર ક્યુસેકની આસપાસ જળવાઈ રહી હતી. જે 10 કલાકે ઘટીને 600 ક્યુસેક રહેવા પામી હતી. પરંતુ રાત્રી દરમિયાન ગુહાઈમાં પાણીની આવક નોંધાતા અઢી ફુટ જેટલી સપાટીમાં વધારો થયો હતો. જ્યારે સાડા છ ટકા જેટલો જળ ઝથ્થામાં વધારો થયો હતો.

શુક્રવાર રાત્રીના 9 કલાક બાદ પાણીની આવક સતત વધવા લાગી હતી જે શનિવાર સવારે 7 કલાક સુધીમાં આવક 8400 જેટલી નોંધાઈ હતી. મધ્યરાત્રીના એક વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી આવક 7600 ક્યુસેક રહી હતી.. સવા મીટર જેટલી પાણીની સપાટીમાં વધારો નોંધાયો હતો,જ્યારે જળાશયમાં જળ જથ્થો પણ 10 ટકાથી વધારે નોંધાતા હાલમાં 36 ટકા જેટલો જળ ઝથ્થો થવા પામ્યો છે. જવાનપુરા જળાશયમાં 1445 ક્યુસેક અને હરણાવ ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.

મેશ્વો જળાશયની સપાટી વધી

અરવલ્લી જિલ્લામાં આવેલા જળાશયોમાં પણ પાણીની નવી આવક નોંધાઈ હતી. મેશ્વો જળાશયમાં શુક્રવાર રાત્રીના 10 કલાક બાદ સતત આવકમાં વધારો નોંધાયો હતો અને જે રાત્રીના બાર વાગ્યાના અરસા દરમિયાન 5 હજાર ક્યુસેકથી વધારે આવક થઈ હતી. જે શનિવારે 6 કલાક સુધી જળવાઈ રહી હતી. સવારે 9 કલાકે 1700 ક્યુસેક આવક નોંધાઈ હતી. આમ સપાટી સવારે 211.72 મીટર પહોંચી છે. જે ગઈકાલે સવારે 210.47 મીટરની સપાટી હતી.

માઝૂમ જળાશયમાં શનિવારે સવારે 9 કલાકે 1470 ક્યુસેક નોંધાઈ હતી અને 10 કલાકે 980 ક્યુસેક રહી હતી. રાત્રી દરમિયાન આવકમાં ખાસ નોંધપાત્ર રહી ગઈ હતી. વાત્રક જળાશયમાં 440 ક્યુસેક પાણીની આવક શનિવારે સવારે નોંધાઈ હતી. અગાઉ તે આવક નહીવત હતી.

છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

સાબરકાંઠા જિલ્લો
ક્રમ તાલુકો વરસાદ
1 વિજયનગર 142 મીમી
2 તલોદ 107 મીમી
3 હિંમતનગર 104 મીમી
4 ઈડર 94 મીમી
5 પોશીના 66 મીમી
6 પ્રાંતિજ 58 મીમી
7 વડાલી 25 મીમી
8 ખેડબ્રહ્મા 20 મીમી

 

અરવલ્લી જિલ્લો
ક્રમ તાલુકો વરસાદ
1 ભિલોડા 71 મીમી
2 મોડાસા 8 મીમી
3 માલપુર 6 મીમી
4 ધનસુરા 6 મીમી
5 બાયડ 4 મીમી
6 મેઘરજ 2 મીમી

 

Published On - 10:01 am, Sat, 13 August 22

Next Article