Dam Water Level: ભારે વરસાદને લઈ ઉત્તર ગુજરાતના ડેમમાં આવક વધી, જાણો જળાશયની સ્થિતી
North Gujarat Dam Water Level Today: ઉત્તર ગુજરાત અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ ડેમમાં મોટા પ્રમાણમાં નવા પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ અને દાંતીવાડા સહિતના જળાશયોમાં જળ જથ્થો વધ્યો છે.
North Gujarat Dam Water Level Today
Follow us on
ઉત્તર ગુજરાતમાં વરસાદનુ જોર ભારે રહ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉત્તર ગુજરાતની અનેક નદીઓ બે કાંઠે જોવા મળી છે. ઉત્તર ગુજરાતમાં દાંતીવાડા જળાશય હાઈએલર્ટ પર છે અને જેને લઈ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના બનાસ નદીના કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ધરોઈ ડેમ સહિતના જળાશયોમાં મોટા પ્રમાણમાં આવક છેલ્લા 48 કલાકમાં થઈ છે.
ધરોઈ, દાંતીવાડા અને વાત્રક સહિતના મહત્વના ડેમમાં પાણીની આવક નોંધાવાને લઈ ખેડૂતોને રાહત સર્જાઈ છે. જળાશયોમાં આવક નોંધાવવાને લઈ પાણીના જળ સંગ્રહમાં મોટો વધારો થયો છે. સાબરકાંઠા અને અરવલ્લીના તમામ જળાશયોમાં આવક નોંધાઈ છે. સિંચાઈ વિભાગની વિગતોનુસાર તમામ ડેમ અને જળાશયમાં છેલ્લા 24 કલાક દરમિયાન આવક નોંધાઈ છે.
ઉત્તર ગુજરાતના જળાશયોની સ્થિતી પર એક નજર કરીશુ, કયા જળાશયોમાં શુ છે સ્થિતી, જાણો (મંગળવાર, 11, જુલાઈ 2023, સવારે 12.00 કલાક સુધીની સ્થિતી)