Tender Today : સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ જળસ્ત્રાવ વિકાસ સમિતિઓના કામ માટે ટેન્ડર જાહેર, આ કામોની અંદાજીત કિંમત લાખો રુપિયામાં

Sabarkantha News : ભાવ પત્રકના દસ્તાવેજો ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 29 માર્ચ 2023 ના સાંજે 5 કલાક સુધીની છે. તો ટેન્ડર ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ 29 માર્ચ 2023 ના સાંજે 6 કલાક સુધીની છે.

Tender Today : સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ જળસ્ત્રાવ વિકાસ સમિતિઓના કામ માટે ટેન્ડર જાહેર, આ કામોની અંદાજીત કિંમત લાખો રુપિયામાં
| Edited By: | Updated on: Mar 18, 2023 | 2:29 PM

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના વોટરશેડ ડેવલોપમેન્ટ કમ્પોનન્ટ 2.0 અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ જળસ્ત્રાવ વિકાસ સમિતિઓમાં કરવાના થતા કુલ 54 કામોની અંદાજીત કિંમત રકમ રુ. 76.82 લાખ છે. આ કામો માટે ઓનલાઇન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. આ ભાવો ઇ-ટેન્ડરિંગ દ્વારા ભરી શકાશે.

ભાવ પત્રકના દસ્તાવેજો ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 29 માર્ચ 2023 ના સાંજે 5 કલાક સુધીની છે. તો ટેન્ડર ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ 29 માર્ચ 2023 ના સાંજે 6 કલાક સુધીની છે. ટેકનીકલ બીડના દસ્તાવેજો ચકાસવાની તારીખ 7 એપ્રિલ 2023 સવારે 11.30 કલાકની છે. કોમર્સિયલ/પ્રાઇઝ બીડ ખોલવાની તારીખ 10 એપ્રિલ 2023 બપોરે 12 કલાક સુધીની છે.

આ ટેન્ડર www.nprocure.com વેબસાઇટ પરથી જોઇ, ડાઉનલોડ અને અપલોડ કરવાનું રહેશે. ટેન્ડર ટુ બીડ સિસ્ટમ મુજબ ભરવાનું રહેશે. જેમાં ટેકનીકલ બીડમાં ઓનલાઇન જોડેલા દસ્તાવેજો ઉપરાંત ટેન્ડર ફી અને ઇએમડીના ડિમાન્ડ ડ્રાફટ અલગથી બંધ કવરમાં 5 એપ્રિલ 2023 કચેરીએ મોકલવાના રહેશે.