ગુજરાત (Gujarat) સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ચોમાસા દરમિયાન નુકસાન પામેલી નાની સિંચાઇ યોજનાઓ, તળાવો, ચેકડેમો અને પૂર નિયંત્રણ તથા મરામત અને સુધારા વધારાના કામો માટે વાર્ષિક એકમ દીઠ ભાવો મગાવવામાં આવ્યા છે. ઓનલાઇન ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 19 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે.
ટેન્ડર ફી, બાનાની રકમ તથા અન્ય દસ્તાવેજો કચેરીએ મોકલવાની તારીખ અને સમય 19 મે 2023થી 25 મે 2023 બપોરે 4 કલાક સુધીની છે. ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ અને સમય તારીખ 26 મે 2023 બપોરે 12 કલાક સુધીની છે. કચેરીનું સરનામું કાર્યપાલક ઇજનેર, સાબરકાંઠા પંચાયત સિંચાઇ વિભાગ, નવી જિલ્લા પંચાયત બાય પાસ રોડ, હિંમતનગર છે. આ ટેન્ડર અંગેની વધુ જાણકારી વેબસાઇટ www.statetender.gujarat.gov.in તથા www.nwr.nprocure.com પરથી મળી રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:43 am, Fri, 12 May 23