Sabarkantha: શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ હિંમતનગરમાં અજંપાભરી શાંતિ, કલમ 144 લાગુ કરી દેવાઈ

|

Apr 11, 2022 | 10:54 AM

હિંમતનગર (Himmatnagar) માં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. જો કે ઘટના બાદ તાત્કાલિક પોલીસ એક્શન લેવાતા હાલ આ વિસ્તારમાં શાંતિ જોવા મળી રહી છે. સાથે જ આ વિસ્તારના સાંસદ દિપસિંહ રાઠોડે (MP Dipsinh Rathore) શાંતિ જાળવવાની અપીલ કરી હતી.

Sabarkantha: શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ હિંમતનગરમાં અજંપાભરી શાંતિ, કલમ 144 લાગુ કરી દેવાઈ
Section 144 imposed in Himatnagar

Follow us on

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામ નવમીની (Ram Navami) શોભાયાત્રા પર હુમલાના બીજા દિવસે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. સાબરકાંઠાના (Sabarkantha) હિંમતનગરમાં રામનવમીના નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર આસામાજીક તત્વોએ  પથ્થરમારો (stone pelting) કર્યો હતો. હિંમતનગરમાં RAF, SRPની 2 ટીમ અને પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. રેપિડ એક્શન ફોર્સ, SRPના જવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તો હિંમતનગરના 6 જેટલા વિસ્તારમાં 13 એપ્રિલ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ગાંધીનગર રેન્જ IG હાલમાં હિંમતનગર છે. આ ઉપરાંત 6 SP હિંમતનગરની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તો બીજી તરફ શોભાયાત્રા પર હુમલો કરનારા તોફાનીઓને ઝડપી પાડવા પોલીસ એક્શનમાં આવી છે. શોભાયાત્રા પર પથ્થરમારો અને દુકાન, વાહનોમાં તોડફોડ કરનારા ટોળા સામે ત્રણ અલગ-અલગ ગુના નોંધાયા છે. પોલીસ જવાનોએ તોફાનીઓએ ઝડપી પાડવા માટે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું છે. હિંમતનગરની ખાનગી અને સરકારી શાળામાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

હિંમતનગરમાં જૂથ અથડામણના બીજા દિવસે રસ્તાઓ પર સામાન્ય અવર-જવર જોવા મળી રહી છે. હિંમતનગરના બજારો અને દુકાનો બંધ છે. તો RAF, SRP અને સ્થાનિક પોલીસના જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. હિંમતનગરના રામજી મંદિર વિસ્તારમાં પણ એસઆરપીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો પોલીસ તમામ ધર્મના આગેવાનોને સાથે રાખીને સૌને શાંતિ જાળવવા અપીલ કરી રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સાબરકાંઠાના છાપરિયા વિસ્તારમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રામાં સામેલ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. શોભાયાત્રા પર પથ્થરમારો થતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. બંને જૂથ આમને-સામને આવીને પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી. તોફાની ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોની તોડફોડ કર હતી, સાથે જ દુકાનો અને વાહનોમાં આગચંપી કરી હતી. આ અથડામણમાં પોલીસ અધિકારી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.

બનાવની જાણ થતાં હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.રેન્જ આઈજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસના 150થી વધુ સેલ છોડ્યા હતા. પોલીસનો આટલો સઘન બંદોબસ્ત હોવા છતા સામસામે પથ્થરમારાની ઘટના ઘટી હતી. મળતી માહિતી પ્રમાણે આ પથ્થરમારો આયોજનબદ્ધ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા છાપરિયા વિસ્તારમાં પહોંચતા અચાનક પથ્થરમારો થયો હતો. શોભાયાત્રામાં વિક્ષેપ કરીને યાત્રા અટકાવવાનો પ્રયાસ કરાયો છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. તણાવપૂર્ણ સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તો સમગ્ર મામલે જિલ્લા પોલીસવડાએ કહ્યું, હાલ સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ કાબૂમાં છે.

આ પણ વાંચો- દહેજની ૐ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થયો, 5 કામદારોના મોત નિપજ્યા

આ પણ વાંચો- Gujarat Assembly Election 2022: PM મોદી અને HM અમિત શાહનો આ મહિને પણ ગુજરાત પ્રવાસ યથાવત રહેશે, BJP તૈયારીમાં લાગી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article