Sabarkantha: શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવેની ભંગાર હાલત, ટ્રાફિક જામની સ્થિતીથી વાહનચાલકો પરેશાન

|

Sep 11, 2021 | 11:36 PM

નેશનલ હાઈવેને સિક્સલેનમાં રૂપાંતર કરવાનું કાર્ય ગોકળગાયની ગતીએ ચાલે છે. ઓવરબ્રિજના અધૂરા પડી રહેલા કાર્યો ટ્રાફિક જામની સમસ્યા નોંતરે છે.

Sabarkantha: શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવેની ભંગાર હાલત, ટ્રાફિક જામની સ્થિતીથી વાહનચાલકો પરેશાન
Himatnagar Traffic Problem

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે માર્ગો નરક કરતા પણ ભંગાર બની ચુક્યા છે. અમદાવાદ-શામળાજી (Ahmedabad-Shamlaji Highway) નેશનલ હાઈવેની હાલત એટલી કપરી બની ચુકી છે કે ઠેર ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાવા સામાન્ય બની ચુક્યા છે. વાહન ચાલકોએ ટ્રાફિક જામમાં સમય વેડફવો પડી રહ્યો છે.

 

શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવેની હાલત અત્યંત ભંગાર બની ચુકી છે. ઠેર ઠેર ખાડાઓ વાહન ચાલકોને જીવના જોખમે વાહન હંકારવા મજબૂર બનાવી રહ્યા છે. નેશનલ હાઈવે પર ખાડાઓએ પરેશાની સર્જી દીધી છે. અન્ય ગ્રહ પર વાહન હંકારવાનું હોય એવી સ્થિતીમાં રોડ પરથી પસાર થવુ પડી રહ્યું છે. જેને લઈને વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો વળી ઠેકઠેકાણે ટ્રાફિક જામ પણ સર્જાતો રહે છે. વાહનો ખાડામાં ફસાઈ જવા અને અકસ્માત થવા સહિતના કારણોને લઈને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

 

વાહન ચાલક યોગેશ પટેલ કહે છે નેશનલ હાઈવે પર ખૂબ જ ખાડા પડી ચુક્યા છે. અમદાવાદ જવુ હોય તો હવે તો ગામડાના રસ્તાઓ શોધવા પડે છે. કારણ કે એક તો ટ્રાફિક જામ હોય છે અને ત્રણ કલાકે અમદાવાદ પહોંચાય છે. જ્યારે પરેશ મહેતા કહે છે અહીં હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો વારંવાર સર્જાય છે. સલાલ જેવી જગ્યાએ ટ્રાફિક જામ થઈ જાય છે. ઘરેથી 15 કિલોમીટર ધંધાના સ્થળે આવતા કલાકનો સમય પસાર થાય છે. રોડ પર ખૂબ જ ખાડાઓ વર્તાઈ રહ્યા છે.

 

આ સ્થળો વાહનચાલકો માટે માથાનો દુઃખાવો

સાબરકાંઠાના ગાંભોઈ, સહકારીજીન, મોતીપુરા, સલાલ અને મજરા જેવા મહત્વના સ્થળો પર જ ટ્રાફિક જામ લાંબો સમય રહે છે. આ પોઈન્ટ પરથી વાહન પસાર થવુ એટલે જાણે લોઢાના ચણા ચાવવા જેટલુ કષ્ટ વેઠવુ પડી રહ્યું છે. સિક્સ લાઈનની કામગીરી ચાલી રહી છે. ઓવર બ્રિજ બની રહ્યા છે.

 

ઓવરબ્રિજના કામ ગોકળગાયની ગતીએ ચાલી રહ્યા છે. જેને લઈને ડાયવર્ઝન સાંકડા અને તુટેલા હોઈ ભારે વાહનો ઝડપથી પસાર થઈ શકતા નથી. પરિણામે લાંબો સમય સુધી ટ્રાફિક જામ રહે છે. હાલમાં ચોમાસાના દિવસોમાં વરસાદ પણ જોઈએ તેટલો વરસ્યો નથી એમ છતાં આભ ફાટ્યુ હોય અને રસ્તાઓ ધોવાઈ ગયા હોય એવી સ્થિતી નેશનલ હાઈવેની વર્તાઈ રહી છે.

 

ટ્રાફિક પોલીસ શું કહે છે

હિંમતનગર શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવેને લઈને શહેર ટ્રાફિક પોલીસે વરસાદમાં હાઈવે પર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એકશન પ્લાન ઘડ્યો છે. સીટી ટ્રાફિક PSI જીએસ સ્વામીએ કહ્યું છે કે અમે ડાયવર્ઝનમાં સુધારા કરાવ્યા છે. જેથી ચોમાસા અને તે સિવાયના દિવસોમાં પણ ભારે વાહનો મોતીપુરા જંકશન પરથી સરળતાથી પસાર થાય.

 

આ પણ વાંચોઃ IND vs ENG: માંચેસ્ટર ટેસ્ટ રદ થવાને લઇને ઇંગ્લેન્ડ ક્રિકેટને લાગ્યો આટલા કરોડનો ફટકો, હવે BCCI નિકાળશે નુકશાનમાં રાહતનુ સમાધાન

આ પણ વાંચોઃ IPL 2021: ભારતે એવો દાવ લગાવ્યો કે પાકિસ્તાન હાથ ઘસતુ રહી ગયુ, નાક કપાવી ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝ DRS વિના રમશે

 

Published On - 9:40 pm, Sat, 11 September 21

Next Article