ચોરીની ઘટનાઓ પર નિયંત્રણ મેળવવા માટે આ ગામમાં ફેરીયાઓને માટે પ્રવેશ બંધી, મંજૂરી વિના ફેરી કરવા પર 5000 દંડ

|

Jun 11, 2022 | 9:40 PM

અજાણ્યા ફેરી કરાનારા ફેરીયાઓ સહિતના અન્ય લોકો ગામમાં પ્રવેશતા હોવાને લઈ તેમના પર નિયંત્રણ લાદ્યુ છે. ગામમાં ફેરી કરવા માટે પ્રવેશવા માટે ગ્રામ પંચાયતમાં પોતાની ઓળખ આપ્યા બાદ જ પ્રવેશ મેળવવો ફરજીયાત બનાવ્યો છે.

ચોરીની ઘટનાઓ પર નિયંત્રણ મેળવવા માટે આ ગામમાં ફેરીયાઓને માટે પ્રવેશ બંધી, મંજૂરી વિના ફેરી કરવા પર 5000 દંડ
Sabarkantha: વિરાવાડા પંચાયતે કર્યો નિર્ણય

Follow us on

સરહદી જિલ્લાઓમાં હાલમાં ચોરીનુ દૂષણ વધતુ જઈ રહ્યુ છે. સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં વધતા જતા ચોરીના પ્રમાણ દરમિયાન એક ગામના લોકોએ જાગૃતિ દાખવવાનો પ્રયાસ કર્યો છે. અજાણ્યા ફેરી કરાનારા ફેરીયાઓ સહિતના અન્ય લોકો ગામમાં પ્રવેશતા હોવાને લઈ તેમના પર નિયંત્રણ લાદ્યુ છે. ગામમાં ફેરી કરવા માટે પ્રવેશવા માટે ગ્રામ પંચાયતમાં પોતાની ઓળખ આપ્યા બાદ જ પ્રવેશ મેળવવો ફરજીયાત બનાવ્યો છે. નહીંતર પાંચ હજાર રુપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ગામ હિંમતનગર નજીક આવેલુ વિરાવાડા છે. આ ગામમાં ચોરીના દૂષણને અટકાવવા માટે પંચાયતના સભ્યો અને સરપંચે અનોખો નિર્ણય કર્યો છે.

આ માટે તસ્કરો પહેલા રેકી કરતા હોય છે અને બાદમાં બંધ મકાનને નિશાન બનાવતા હોય છે. રેકી કરવા માટે તસ્કરો ફેરીયા અને ભિક્ષુકોના સ્વાંગમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રેકી કરી જતા હોય છે. ત્યાર બાદ બંધ મકાન કે ઓછી ચહલપહલ ધરાવતા મકાનોને નિશાન બનાવીને ચોરી આચરતા હોવાનુ અનેક વાર પોલીસ તપાસમાં સામે આવ્યુ હોય છે. માટે જ સાચા ફેરીયાઓની આડમાં તસ્કરો કટલરી કે અન્ય જીવન જરુરીયાત ચિજોને ફેરી કરીને વેચવા માટે પ્રયાસ તસ્કર ટોળકીના સભ્યો કરતા હોય છે. આવી આશંકાને ધ્યાને રાખીને હિંમતનગર નજીકના વિરાવાડા ગામે ફેરિયાઓ પર અંકુશ લગાવ્યો છે. ફેરિયાઓને ગ્રામપંચાયતની મંજૂરી વિના ગામમાં ફેરી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો તેને ભંગ કરવામાં આવે તો 5 હજાર રુપિયાના દંડની જોગવાઈ કરી છે.

પંચાયતે ઘડ્યો નિયમ

વિરાવાડા ગ્રામ પંચાયતના અર્જૂનસિંહ સોલંકીએ કહ્યુ, ગામમાં ચોરીઓનો ભય રહેવાને લઈને અમે પંચાયત દ્વારા આ નિર્ણય કર્યો છે. મોટા ભાગે અજાણ્યા ફેરીયાઓ આવતા જતા રહેવા દરમિયાન ચોરી થવાની આશંકાએ અમે આ પ્રકારે નિર્ણય કર્યો છે. જેમાં ફેરિયાઓએ પંચાયતમાં ઓળખ આપીને મંજૂરી લેવી પડશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તો ગામના લોકો પણ પંચાયતના નિયમને આવકારી રહ્યા છે. ગામના અગ્રણી દેવેન્દ્રસિંહ પરમાર એ કહ્યુ હતુ, પંચાયત દ્વારા આ નિર્ણય લેવાયો છે, એ સારુ કાર્ય કર્યુ છે, જેનાથી ચોરી પર અંકુશ મેળવી શકાશે. ગામમાં ચોરીઓની ઘટનાઓ બનતા આ નિર્ણય લેવાથી રાહત રહેશે.

ફેરીયાઓએ ઓળખ રજૂ કરવી પડશે

વિરાવાડા ગ્રામ પંચાયતે નક્કી કર્યુ છે કે, કોઈ પણ ફેરીયા કે અન્ય કોઈ પણ પ્રકારે ગામમાં છુટક વેચાણ કે અવનવા કરતબ દર્શાવવાના કલાકારીના ખેલ કરવા હોય તો સૌથી પહેલા મંજૂરી મેળવવી પડશે. ગ્રામ પંચાયતમાંથી મંજૂરી મેળવ્યા બાદ જ ગામમાં કોઈ ફેરી કરી શકાશે કે, કરતબના ખેલ કરી શકાશે. ફેરી કરવા માટે અન્ય કોઈ ઘરે ઘરે ફરીને કે ગામના લોકોને શેરીમાં એકઠા કરતા પહેલા પંચાયતમાં જેતે બહારથી આવનાર વ્યક્તિએ પોતાની ઓળખ રજૂ કરવી પડશે. ત્યાર બાદ જ તે ફેરી સહીતના કામ ગામમાં કરી શકશે. જેથી પંચાયત પાસે ડેટા રહેતા ચોરી થવાની ઘટનામાં પોલીસની સાથે સહકાર દાખવી શકાય અને તસ્કરો સુધી ઝડપથી પહોંચી શકાય છે.

સાથે જ આ પ્રકારના નિયંત્રણથી અજાણ્યા લોકોની હરકતોમાં ઘટાડો થતા સલામતી અને સુરક્ષા પણ ગામની મિલકતોની રહી શકશે. જેને લઈ ગામના લોકોએ પણ પંચાયતના આ પગલાને આવકાર્યુ છે અને ગામના લોકો પણ પંચાયતના નિર્ણયની સરાહના કરીને તેના અમલ માટે મદદ કરી રહ્યા છે. કોઈ ફેરીયાને ગામના લોકો જ હવે ગામમાં પ્રવેશતા અટકાવીને પંચાયત કચેરી મોકલી રહ્યા છે.

ગામમાં તાજેતરમાં પણ તસ્કરો ફરી એકવાર આવ્યા હતા અને જેને લઈ ગામમાં ફફડાટ ફેલાયો હતો. આમ ગામની પંચાયતે હવે આગળ આવીને ફેરિયાઓ પર જ પ્રતિબંધ લગાવી દીધો છે.

Published On - 9:37 pm, Sat, 11 June 22

Next Article