Sabarkantha : વિજયનગરમાં ધોધમાર વરસાદ , ખેતરોમાં વરસાદી પાણી ભરાયા

|

Sep 22, 2021 | 12:55 PM

સાબરકાંઠાના વિજયનગરમાં સવારે બે કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના લીધે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે.

ગુજરાતના(Gujarat)  સતત વરસાદની(Rain) આગાહી વચ્ચે સાબરકાંઠાના(Sabarkantha) વિજયનગરમાં સવારે બે કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના લીધે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત વિજયનગર, બાલેટા, કોડીયાવાડા, પાલ ચિતરીયા, દઢવાવ, ચિઠોડામાં ભારે વરસાદ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે.

આ ઉપરાંત વિજયનગર, ઇડર અને પોશીના પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જેમાં વરસાદી માહોલથી ખેડૂતોને રાહત મળી છે. તેમજ પોશીનામાં ગઇકાલે 3 ઇંચ વરસાદ બાદ આજે સવારે એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ વિજયનગરમાં સવારના અરસા દરમ્યાન પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ સવારથી જ જિલ્લામાં વાદળછાયો માહોલ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મેઘરાજાની મહેર યથાવત રહી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ,વડોદરા, ખેડા આણંદ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં ભરૂચ નર્મદા અને સુરતમાં બુધવારે  ભારે વરસાદ પડી શકે છે

આ  પણ વાંચો : નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની પ્રથમ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ  વાંચો: ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે યથાવત રહેશે મેઘમહેર

Published On - 12:47 pm, Wed, 22 September 21

Next Video