સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ડોડીવાડા 2 બાળકો તળાવમાં ડૂબી જવાના સમાચાર સામે આવ્યા છે. તળાવ પાસે રમી રહેલા ચાર જેટલા બાળકો નહાવા માટે તળાવમાં પહોંચ્યા હતા અને તળાવમાં ડૂબકીઓ લગાવી હતી. આ દરમિયાન એક 12 વર્ષનો બાળક ડૂબવા લાગતા તેની બહેન તેને બચાવવા માટે થઈને તેની નજીક પહોંચી હતી અને તે પણ ડૂબી જવા પામી હતી. આમ ભાઈને બચાવવા જતા તેની નાની બહેન પણ તળાવમાં ડૂબી જતા મોતને ભેટી હતી.
ઘટના બાદ સ્થાનિક ખેડબ્રહ્માના ફાયર વિભાગને જાણકારી કરવામાં આવી હતી. તરવૈયાઓએ બંને ભાઈ બહેનની લાશને બહાર નિકાળીને સ્થાનિક ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યા તે બંનેને મૃત જાહેર કર્યા હતા.બંને બાળકોની લાશને પોસ્ટ મોર્ટમ કરીને સ્થાનિક પોલીસે મોતનુ સ્પષ્ટ કારણ જાણવા આગળની કાર્યવાહી શરુ કરી હતી.
ડોડીવાડા તળાવ ચોમાસાને લઈને પાણીની મહંદ અંશે ભરાઈ ચુક્યુ છે. વિસ્તારમાં મોટા ભાગના તળાવો બિપરજોય વાવાઝોડાની અસર દરમિયાન ભારે વરસાદ ત્રણ થી ચાર દિવસ ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તેમજ ઉપરવાસ વિસ્તારમાં વરસ્યો હતો. ભારે વરસાદને લઈ સ્થાનિક તળાવો અને સ્થાનિક નદીઓમાં પાણી આવ્યા હતા. આમ ડોડીવાડા તળાવમાં પાણી વધારે ભરાયેલુ છે. તળાવમાં નવા પાણી ભરેલુ જોઈને સ્થાનિક નજીકમાં રહેલા બાળકો રમતા રમતા નહાવા માટે તળાવમાં જઈને પડ્યા હતા.
તળાવમાં નાહવા પડ્યા બાદ થોડીક વાર મસ્તીથી બાળકોએ પાણીમાં નાહવામાં સમય વિતાવ્યો હતો. પરંતુ થોડીક વાર રહીને એક બાળક ડૂબવાનો અહેસાસ થતા બૂમો પાડવા લાગ્યો હતો. જ્યારે અન્ય બે બાળકો ઝડપથી જીવ બચાવવા ગભરાઈને બહાર નિકળી ગયા હતા. જ્યારે 12 વર્ષના ભાઈને ડૂબતો જોઈને 10 વર્ષની બહેન મદદ કરવા તેની નજીક પહોંચી હતી. બહેન ભાઈને બચાવવાના પ્રયાસમાં પોતે પણ ડૂબવા લાગી હતી. આમ ભાઈ અને બહેનનુ એક સાથે જ ડૂબી જવાથી મોત નિપજ્યૂ હતુ.
Published On - 4:32 pm, Sun, 25 June 23