સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીના ભાવમાં વધારો કર્યો, ભાવવધારો આજથી જ અમલી

|

Nov 29, 2021 | 8:47 PM

અમૂલ લુઝ ઘીના 15 કિલોના ડબ્બાના ભાવ 6,300 રૂપિયાથી વધી 6, 495 થયા છે. આજથી જ ભાવ વધારો લાગૂ કરાયો છે. સાબરડેરીએ આ અંગે પત્ર દ્વારા મંડળીને જાણ કરી છે.

સાબર ડેરીએ( Sabar Dairy)  અમૂલ લુઝ ઘીમાં(Amul Ghee)  પ્રતિ કિલોએ 13 રૂપિયાનો વધારો(Price Hike)  કર્યો છે. જેથી હવે એક કિલો અમૂલ લુઝ ઘીનો ભાવ 420થી વધીને 433 રૂપિયા થયો છે. લુઝ ઘીના 15 કિલોના ડબ્બામાં 195 રૂપિયાનો વધારો થયો છે. જેથી અમૂલ લુઝ ઘીના 15 કિલોના ડબ્બાના ભાવ 6,300 રૂપિયાથી વધી 6 હજાર 495 થયા છે. આજથી જ ભાવ વધારો લાગૂ કરાયો છે. સાબરડેરીએ આ અંગે પત્ર દ્વારા મંડળીને જાણ કરી છે.

અમુલ ઘીના ભાવમાં રૂપિયા 13  નો વધારો  કરવામાં આવ્યો છે. જેના પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પ્રજાજનો પર બોજ પડશે . એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે ઘીના ભાવમાં વધારો થતાં  પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે  જુલાઇ  માસમાં સાબર ડેરીએ ઘી ના ભાવમાં  બીજીવાર 11 રૂપિયાની ઘટાડો કર્યો હતો. આ પૂર્વે ડેરીએ  ધીના ભાવમાં 12 રૂપિયાનો ઘટાડો કર્યો હતો જેના લીધે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પ્રજાજનોને પ્રતિ કિલોએ રૂપિયા 23નો ફાયદો થયો હતો તેમજ અમુલના 15 કિલો ઘીના ટીનમાં પણ રૂપિયા 165ની રાહત આપવામાં આવી હતી.

ડેરી દ્વારા ઘી સહિત અન્ય પ્રોડક્ટમાં કરાતા ભાવ વધારા કે ઘટાડાની પશુપાલકોને તેમજ ખેડૂતોને કોઈ મોટું નુકસાન થતું નથી. જેના લીધે તેના ભાવ વધારા અને ઘટાડાના મુદ્દે કોઇ વિવાદ ઉભો થતો નથી.

આ પણ વાંચો :  એએમસી ઓમિક્રોન વેરિયન્ટ લઇને એકશનમાં, વિદેશથી પરત ફરેલા મુસાફરોની હોમ વિઝિટ લઇ સૂચના આપી

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદના, ખંભાતના પરિવારને નડેલા અકસ્માતના મૃતકોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત

Next Video